• શનિવાર, 04 મે, 2024

નેતાઓ સામે વર્ષો સુધી કેસ લટકવાનો સિલસિલો અટક્યો

સુપ્રીમ કોર્ટનાં નિરીક્ષણનાં હિસાબે જલ્દી આવી રહ્યાં છે સાંસદો અને વિધાયકો સામેનાં કેસમાં ચુકાદા : કોર્ટમિત્રનો રિપોર્ટ

નવી દિલ્હી, તા.22 : સાંસદો અને વિધાયકો વિરુદ્ધ અપરાધિક કેસમાં સુપ્રીમ કોર્ટનાં સતત નિરીક્ષણનાં કારણે જલ્દી ફેંસલા આવવા લાગ્યા છે. આ અંગે કોર્ટ મિત્ર (એમિક્સ ક્યૂરી) દ્વારા દાખલ કરવામાં આવેલા એક રિપોર્ટમાં તથ્યોનો ખુલાસો થયો છે. વિશેષ અદાલતોએ છેલ્લા એક વર્ષમાં 4697 પેન્ડિંગ કેસમાંથી 2018 કેસમાં ચુકાદા આપી દીધા છે. જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે, હવે જનપ્રતિનિધિઓ વિરુદ્ધ વર્ષો સુધી ચાલતા રહેતા કેસની રૂઢી સમાપ્ત થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં આરપી એક્ટની કલમ 8(4)ને રદ કરી નાખી હતી.જેમાં દોષિત ઠરેલા અને બે વર્ષ કરતા વધુ સજા પામેલા સાંસદ અને વિધાયકોને ચુકાદાનાં 90 દિવસની અંદર ઉપલી અદાલતમાં અપીલ દાખલ કરી દ્યે તો વિધાનગૃહમાં પોતાની સદસ્યતા જાળવી રાખવાની અનુમતિ મળતી હતી. પૂર્વ અને વર્તમાન સાંસદો અને વિધાયકો વિરુદ્ધ લંબિત કેસ ઉપર વકીલ સ્નેહા કલિતાની સહાયતાથી માહિતી સંકલિત કરીને એમિક્સ ક્યૂરી અને વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ પોતાનાં 20મા અહેવાલમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, લોકસભા ચૂંટણી 2024 માટે પહેલા અને બીજા તબક્કાના કુલ 2810 ઉમેદવારોમાંથી પ01 એટલે કે 18 ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ છે. જેમાંથી 327 ગંભીર પ્રકૃતિનાં કેસ છે. હંસારિયાએ સાંસદો અને વિધાયકો વિરુદ્ધનાં કેસની પતાવટમાં ઉત્સાહજનક કામગીરીનું વિવરણ પણ આપ્યું છે. 1 જાન્યુઆરી 2023 સુધી 4697 પેન્ડિંગ કેસમાંથી ખટલા અદાલતે 2018 એટલે કે 43 ટકા જેટલા કેસોમાં ફેંસલા આપી દીધા છે.

ઇ-પેપરના નવા શુલ્ક