• સોમવાર, 06 મે, 2024

67 અખબારમાં રામદેવનું માફીનામું : સુપ્રીમે ફગાવ્યું

-એડની ‘નાની’ સાઈઝ મુદ્દે કોર્ટ નારાજ, મોટી સાઈઝમાં છપાવવા નિર્દેશ, 30મીએ

ફરી સુનાવણી : મોંઘી-બિન જરુરી દવાઓ મામલે આઈએમએને પણ ઠપકો

 

નવી દિલ્હી, તા.ર3 : દવાઓ અંગે ભ્રામક જાહેરાત અને કોર્ટના આદેશના અનાદર મામલે યોગગુરુ બાબા રામદેવ પર સુપ્રીમ કોર્ટનું સખત વલણ યથાવત છે. સુનાવણી દરમિયાન અખબારોમાં પ્રકાશિત માફીનામાની એડની નાની સાઈઝ મામલે કોર્ટે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આકરા સવાલ સાથે ઝાટકણી કાઢી મોટી સાઈઝમાં માફીનામું છપાવવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પૂછયું કે તમે જાહેરાત કયાં છપાવી છે અને શું તે જાહેરાતની સાઈઝ પહેલાની જાહેરાત જેટલી મોટી હતી ? પતંજલિ તરફથી અખબારોમાં માફીનામા રુપી જાહેરાત દ્વારા બિનશરતી માફીની વાત રજૂ કરાઈ ત્યારે કોર્ટે ફટકાર લગાવી કે અમે જાહેરાતની સાઈઝ જોવા ઈચ્છીશું. જો તમે માફી માગો છો તો તેનો અર્થ એ નથી કે તે અમે માઈક્રોસ્કોપથી જોઈશું. આ મામલે 30 એપ્રિલે ફરી સુનાવણી થશે દરમિયાન રામદેવ અને બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ અપાયો છે.

મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટે પૂછયું કે તમે શું કર્યુ ? જવાબમાં રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહયુ કે 67 અખબારમાં એડ છપાવી છે જેમાં રૂ.10 લાખનો ખર્ચ આવ્યો છે. જેના પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી કે તમે તમારી જાહેરાત કયાં છપાવી ? તેમાં આટલો સમય કેમ લાગ્યો ? શું તે જાહેરાત એ જ સાઈઝની હતી જે સાઈઝની હંમેશાં એડ આપો છો ? જેના પર વકીલે કહ્યંy ના...મહોદય... તેની કિંમત ખુબ વધુ છે..લાખો રુપિયા છે. અમે જાહેરાત નહીં માફીનામું પ્રકાશિત કરાવ્યું છે. જસ્ટિસ હિમા કોહલીએ કહયુ કે તેને કાલે કેમ દાખલ કરવામાં આવ્યુ ? હવે અમે બંડલોને જોઈ ન શકીએ. તેને અમોને પહેલા આપવું જોઈતુ હતુ. સુનાવણીમાં કોર્ટે નિયમ સંશોધન મામલે સ્વાસ્થ્ય મંત્રાલયને અને એલેપેથી ડોક્ટરો દ્વારા બિન જરૂરી તથા મોંઘી દવાઓ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) ને પણ ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પતંજલી આયુર્વેદના કેસમાં સુનાવણી વખતે રામદેવને ફરી એકવાર ફટકાર લગાવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે રામદેવ અને બાલકૃષ્ણને સીધા સવાલ પૂછયા, સાથે પતંજલી દ્વારા અખબારોમાં પ્રકાશિત કરવામાં આવેલી જાહેરાતો અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ May 06, Mon, 2024