• સોમવાર, 06 મે, 2024

મણિપુરની હિંસા પછી મોટાપાયે માનવ અધિકાર હનનનો અમેરિકાનો આરોપ

વોશિંગ્ટન, તા.23 : ભારતમાં લોકસભાની ચૂંટણીનાં ટાણે જ અનેક મુદ્દે વણમાગી સલાહો આપીને ડહાપણ દેખાડનાર અમેરિકાનાં માનવ અધિકારનાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મણિપુરમાં જાતીય હિંસા ફેલાયા બાદ રાજ્યમાં મોટાપાયે માનવ અધિકારોનું હનન થયું હતું.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની ઘટનાને શર્મનાક ગણાવીને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. આ રિપોર્ટમાં બીબીસીનાં કાર્યાલયમાં દરોડો અને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીને ગુજરાતની એક કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે.  અમેરિકાનાં વિદેશ મંત્રી એંટની બ્લિંકન દ્વારા જારી આ અહેવાલમાં વર્ષ 2023માં માનવ અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં મુદ્દે કેટલીક સકારાત્મક ઘટનાઓનો ઉલ્લેખ પણ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈ 2023માં જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં મોહર્રન દરમિયાન શિયા મુસ્લિમોને ધાર્મિક જુલૂસ કાઢવાની અનુમતિ આપવામાં આવી હતી. જેનાં ઉપર વર્ષ 1989માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા સાચી-ખોટી અને ત્રુટિપૂર્ણ જાણકારી અને સમજનાં આધારે ભારતમાં માનવ અધિકારો બારામાં જ્ઞાન વહેચતુ આવ્યું છે અને ભારત દ્વારા તેને વારંવાર ખારિજ પણ કરવામાં આવતું રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ May 06, Mon, 2024