• મંગળવાર, 25 જૂન, 2024

હરિયાણાના યુવા ધારાસભ્યનું હૃદયરોગના હુમલાથી નિધન

અપક્ષ ધારાસભ્ય રાકેશ દૌલતાબાદ ભાજપ સમર્થક હતા, ઘેરો શોક

ચંડીગઢ, તા.રપ : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં હરિયાણાની તમામ 10 લોકસભા બેઠક પર મતદાન વચ્ચે ગુરુગ્રામના બાદશાહપુરથી અપક્ષ ધારાસભ્ય 4પ વર્ષીય રાકેશ દૌલતાબાદનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. સવારે 10:30 કલાકે તેમની તબિયત લથડયા બાદ પાલમ વિહાર સ્થિત મણિપાલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં ઘેરો શોક છવાયો છે.

રાકેશ દૌલતાબાદ ર019માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા અને ભાજપ સરકારને સમર્થન આપ્યું હતું. તેમણે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનિષ યાદવને હરાવ્યા હતા. મૃતકની છાપ સમાજ સેવક તરીકે હતી. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ રાકેશ દૌલતાબાદના અકાળે નિધન બદલ શોક વ્યક્ત કર્યો હતો. ગુરુગ્રામ સંસદીય બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરે પણ શોક વ્યક્ત કરતાં કહ્યંy કે રાકેશ દૌલતાબાદનાં આકસ્મિક નિધનથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024