• મંગળવાર, 25 જૂન, 2024

પાંચ વર્ષમાં પાંચ પીએમની વાત કરનારાઓથી જનતા નારાજ : મોદી

યુપીના મિર્ઝાપુરમાં મોદીએ જનસભા સંબોધિત : ચાના કપ પ્લેટનો ઉલ્લેખ, ઈન્ડિ ગઠબંધન ઉપર પ્રહાર

 

નવી દિલ્હી, તા. 26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે યુપીના મિર્ઝાપુર અને સોનભદ્રના ભાજપ ઉમેદવારો માટે મિર્ઝાપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. મિર્ઝાપુરમાં મોદીએ સ્થાનિક ભાષામાં વાતની શરૂઆત કરી હતી. મોદીએ કહ્યું હતું કે છ તબક્કામાં લોકોએ ફરી એક વખત ભાજપ સરકાર ઉપર મહોર લગાડી દીધી છે. આ દરમિયાન તેઓએ સપા અને ઈન્ડિ ગઠબંધન ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે દેશે ભાજપ એનડીએના નેક ઈરાદા અને નીતિઓના કારણે ત્રીજી વખત સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ચાર જુને મોટો મંગળ હશે. મંગળના દિવસે ફરી મોદી સરકાર બનશે. દેશ સમજી ગયો છે કે ઈન્ડિ ગઠબંધન સાંપ્રદાયિક અને જાતિવાદી છે. તે કહે છે કે પાંચ વર્ષમાં તેના પાંચ પીએમ બનશે. શું આવા પીએમ દેશને મજબુત કરી શકશે ? મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે તેઓ કપ પ્લેટ ધોતા ધોતા મોટા થયા છે. ચા પિરસતા મોટા થયા છે. આ ઉપરાંત પીએમએ લોકસભા ચૂંટણીમાં પહેલી વખત પંજાબની મુલાકાત કરી હતી. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચા દ્વારા મોદીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

મિર્ઝાપુરમાં મોદીએ કહ્યું હતું કે જે પીએમ પોતાની ખુરશી બચાવવામાં લાગ્યો રહેશે તે  દેશને મજબૂત બનાવી શકશે ? એટલે જનતાએ નક્કી કર્યું છે કે મજબૂત દેશ માટે પીએમ પણ મજબૂત બનશે. એનડીએને ભારે જનાદેશ મળી રહ્યો છે. સપા માટે કોઈ પોતાનો મત બરબાદ કરવા માગતા નથી. પીએમએ સપા ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે 2012મા યુપી વિધાનસભા ચૂંટણી સમયે સપાએ ઘોષણા પત્રમાં કહ્યું હતું કે જેવી રીતે દલિત, પછાતને અનામત મળે છે તેવી જ રીતે મુસલમાનોને પણ અનામત આપવામાં આવશે. સપાએ કહ્યું હતું કે તે આ માટે સંવિધાન પણ બદલી નાખશે. પોલીસ અને પીએસીમાં પણ 15 ટકા અનામત મુસલમાનને મળશે. આ લોકો પોતાની વોટબેંકને ખુશ કરવા માટે એસસી, એસટી અને ઓબીસીનો હક છિનવી લેવા તૈયાર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024