• મંગળવાર, 25 જૂન, 2024

ભારતનાં નંબર બતાવતા ઇન્ટરનેશનલ કોલ પ્રતિબંધિત કરવા સરકારનો આદેશ

ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ

 

નવીદિલ્હી, તા.26: ભારતીય નંબર બતાવીને કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય ફોન કોલથી દેશમાં મોટાપાયે સાઇબર છેતરપિંડીઓ થઈ રહી છે. તેને ધ્યાને રાખીને સરકારે દૂરસંચાર કંપનીઓને આવી રીતે થતાં તમામ ઇન્ટરનેશનલ કોલ પ્રતિબંધિત કરી નાખવાનો નિર્દેશ આપી દીધો છે.  દૂરસંચાર વિભાગે આજે જણાવ્યું હતું કે, વિદેશમાંથી લેભાગુ તત્ત્વો ભારતીય નંબર દેખાય તેવી રીતે કોલ કરીને ભારતમાં મોટાપાયે છેતરપિંડી કરતાં હોવાનું સામે આવ્યું છે. એવું પણ પ્રતીત થાય છે કે, આ ફોન દેશની અંદરથી જ થઈ રહ્યો છે પણ તે વાસ્તવમાં વિદેશથી સાઇબર ગુનેગારો દ્વારા કરવામાં આવેલા ફોનકોલ હોય છે. આવા ફર્જી ફોનકોલને ભારતીય ટેલીકોમ ગ્રાહકો સુધી પહોંચતા રોકવા માટે એક સિસ્ટમ તૈયાર થયેલી છે. હવે તેને પ્રતિબંધિત કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024