• શનિવાર, 27 જુલાઈ, 2024

એક જ રન વે ઉપર બે વિમાન, ટેકઓફ ટાણે લગોલગ લેન્ડિંગ મુંબઈ એરપોર્ટે મોટી દુર્ઘટના સહેજમાં ટળી

મુંબઈ, તા.9 : મુંબઈ એરપોર્ટે એક જ રન વે ઉપર બે વિમાન એકબીજાથી અત્યંત નજીક આવી ગયા બાદ મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. એક વિમાન જે રન વે ઉપર ટેક ઓફ કરી રહ્યું હતું ત્યાં જ બીજું વિમાન એ જ રન વે ઉપર લેન્ડિંગ માટે આવી ચઢયું હતું.

બનાવ શનિવારનો છે જેનો વીડિયો સામે આવ્યો છે. એક વિમાન એર ઇન્ડિયાનું અને બીજું ઇન્ડિગોનું હતું. રિપોર્ટ્સ અનુસાર ઇન્ડિગોનું વિમાન પ0પ3 દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ રન વે ર7 ઉપર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તેની બરાબર આગળ એર ઇન્ડિયાનું વિમાન 6પ7 તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે માટે ટેક ઓફ થઈ રહ્યું હતું. એર ઇન્ડિયાનું વિમાન રન વે ઉપર ઝડપથી આગળ વધી ઉડાન ભરે છે ત્યારે પાછળ પાછળ ઇન્ડિગોનું વિમાન લેન્ડ થતું હોય તેવો દિલધડક નજારો વાયરલ વીડિયોમાં જોવા મળે છે. બન્ને વિમાન એકબીજાની અત્યંત નજીક હતા અને જરા પણ ચૂકથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. બાદમાં ઇન્ડિગોએ નિવેદનમાં જણાવ્યું કે ઇન્દોરની ફલાઇટે એટીસી દ્વારા લેન્ડિંગની મંજૂરી બાદ નિર્દેશોનું પાલન કર્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024