ઈસ્લામાબાદ, તા.10 : ભારતની અદેખાઈથી પીડિત પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શપથ ગ્રહણ બાદ અભિનંદન પાઠવવાની તસ્દી લીધી છે. અમેરિકાથી માંડીને ચીન સુધીના દેશોની વધાઈ આવી ગઈ હતી પણ પાકિસ્તાનના વડાપ્રધાનને અત્યાર સુધી જરા પણ શિષ્ટાચારની સૂઝ પડી નહોતી.
ભારતની ચૂંટણીનાં પરિણામોમાં નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી પદ સુનિશ્ચિત બની ગયા બાદ પણ શરીફે મૌન ધારણ કરી રાખેલું અને ચીનની યાત્રાએથી પરત પાકિસ્તાન પહોંચ્યા બાદ એક્સ ઉપર એક સંક્ષિપ્ત ટ્વીટમાં શુભેચ્છા સંદેશ પાઠવતા કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ આપને વધાઈ.
ઉલ્લેખનીય છે કે, ભારતે મોદી અને તેમના પ્રધાનોના શપથ ગ્રહણ સમારોહમાં તમામ પાડોશી દેશોના નેતાઓને નિમંત્રિત કર્યા હતા પણ પાકિસ્તાનનો ભાવ પણ પૂછવામાં આવ્યો નહોતો.