• સોમવાર, 27 મે, 2024

રસ્તાઓ ઉપર દોડવા લાગી વધુ 25 ઈલેક્ટ્રિક બસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું : દિવાળી સુધીમાં વધુ 25 બસ આવી જશે : મનપાને પ્રતિ કિ.મી. રૂ.30ની ગ્રાન્ટ મળશે

રાજકોટ તા.4 :  મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજિત ટૂંકા કાર્યક્રમમાં વધુ 25 ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. દિવાળી સુધીમાં નવી 25 બસ અને ત્યાર બાદ 50 બસ અને ભવિષ્યમાં વડાપ્રધાનની નવી ઈ-બસ યોજના હેઠળ પણ મનપાને બસ મળવાની હોય, થોડા સમયમાં રાજકોટમાં માસ ટ્રાન્સપોર્ટેશન અમદાવાદ અને મુંબઈ જેવું સરળ થઈ જશે.

મનપાની જાહેર પરિવહન સેવા (બી.આર.ટી.એસ. તથા સીટી બસ સેવા)નું સંચાલન મનપા નિર્મિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સંભાળવામાં આવી રહી છે. ભારત સરકારના એકમ ઉયાફાિળિંયક્ષાિં જ્ઞર ઇંયફદુ ઈંક્ષમીતાrિંશયત (ઉઇંઈં) દ્વારા દેશનાં મુખ્ય શહેરોની જાહેર પરિવહન સેવામાં ઈ-મોબીલીટીની જરૂરીયાતને ધ્યાને લઈને ફેમ ઈન્ડીયા સ્કીમ ફેઈઝ-2 યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં 50 ઇલે. બસ મંજુર કરવામાં આવી હતી  જે તમામ ઇલે. બસ હાલ રાજકોટ મનપાની જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે.

બીજા તબક્કામાં 100 ઈલેક્ટ્રીક બસ મંજૂર કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઈ-બસની એજન્સી દ્વારા પૂરી પાડવાની થતી 100 ઈલેક્ટ્રીક બસ પૈકી હાલ પ્રથમ તબક્કામાં 25 ઈલેક્ટ્રીક બસ પૂરી પાડવામાં આવી છે જે રસ્તા પર દોડતી કરીને આટલી સંખ્યામાં ડિઝલ બસ પરત ખેંચવામાં આવી છે જેનાથી પર્યાવરણનું જતન થશે. ઈ-બસમાં રસ્તાની પહોળાઈ ધ્યાને લઈ સાઈઝ, એસી, 33ની બેઠક ક્ષમતા, એફ.એમ.રેડિયો, જીપીએસ ટ્રેકીંગ, કેમેરા, મેડિકલ ફીટ, ઈમરજન્સી એલાર્મ, કલરફૂલ ઈન્ટીરીયલ, મુસાફરો માટે પબ્લીક એનાઉસમેન્ટ અને પબ્લીક ઈન્ફોર્મેશન સિસ્ટમ છે. પ્રત્યેક મીડિયમ એ.સી.બસ માટે રૂ.45 લાખ સુધીની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર એજન્સીને આપી છે. વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક