રાજકોટ, તા.5 મનપા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાંમુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે.
દર વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં અંદાજિત 75,000 મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ તે દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.8/09/2023, શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.
વધુમાં તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રાણી સંગ્રહાલય ખાતે મુલાકાતીઓને લાંબી લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે વધારાના ટીકિટ કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યાં છે, વાહન પાર્કિંગમાં અગવડતા ન પડે તે માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુલાકાતીઓ તથા સમગ્ર પાર્કની સુરક્ષા જળવાઈ રહે તે માટે વધારાના સુરક્ષા કર્મચારીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 550 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પણ તહેવારો દરમિયાન સહેલાણીઓ શેર કરો -