• શનિવાર, 10 જૂન, 2023

વેસ્ટ ઇન્ડિઝના ડેવોન થોમસ પર મેચ ફિક્સિંગ મામલે પ્રતિબંધ

દુબઇ, તા.24: આઇસીસીએ શ્રીલંકા પ્રીમિયર લીગ-2021ની સિઝનમાં મેચ ફિક્સિંગના મામલે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ડેવોન થોમસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. થોમસ વેસ્ટ ઇન્ડિઝ તરફથી છેલ્લે 2022માં ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. તે આગામી યુએઇ વિરુદ્ધની વન ડે સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં પણ પસંદ થયો હતો. 33 વર્ષીય થોમસ પર અબુધાબી ટી-10 લીગ અને કેરેબિયન પ્રીમિયર લીગમાં સટોડિયાઓએ સંપર્ક કર્યાની જાણકારી ન આપ્યાનો પણ આરોપ છે. આથી ડેવોન થોમસ પર આઇસીસીએ તમામ પ્રકારના ક્રિકેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. થોમસ વેસ્ટ ઇન્ડિઝ તરફથી 1 ટેસ્ટ, 21 વન ડે અને 12 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.