• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

ચેન્નાઇમાં 42 વર્ષમાં પહેલીવાર ટોસ જીતનાર ટીમે બોલિંગ પસંદ કરી

ચેન્નાઇ, તા.19: ભારત-બાંગલાદેશ વચ્ચેના પ્રથમ ટેસ્ટમાં ચેપોક સ્ટેડિયમમાં ટોસ ઉછાળતી વખતે આ મેદાન પરના 42 વર્ષના ઇતિહાસમાં બદલાવ થયો હતો. 1982થી લઇને 2024 સુધી અત્યાર સુધી રમાયેલા 21 ટેસ્ટ મેચ બાદ પહેલીવાર જોવા મળ્યું કે કોઇ ટોસ જીતનાર ટીમના કપ્તાન પહેલા બોલિંગ પસંદ કરી હતી. ચેપોક મેદાન પરનો આ 22મો ટેસ્ટ છે અને બાંગલાદેશના કપ્તાન નઝમૂલ હસન શાંતોએ ટોસ જીતીને પહેલા બોલિંગનો સાહસિક નિર્ણય લીધો હતો. ભારતની ધરતી પર ઓવરઓલ કોઇ પણ પ્રવાસી ટીમે ટોસ જીતવાની સ્થિતિમાં ફક્ત આઠ વખત જ પહેલા બોલિંગ પસંદ કરી છે.  એમાના 6 મેચ ડ્રો રહ્યા છે. અન્ય બે મેચમાં ઓસ્ટ્રેલિયાનો 10-10 વિકેટે વિજય થયો છે. આજે ટોસ જીતીને બોલિંગ કરનાર બાંગલાદેશને શરૂમાં ફાયદો થયો હતો અને ભારતની 6 વિકેટ 144 રનમાં ખેડવી દીધી હતી. બાદમાં જાડેજા-અશ્વિને ભારતની બાજી સંભાળી લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક