• મંગળવાર, 23 એપ્રિલ, 2024

નિવૃત્તિ પર ધોનીએ કહ્યંy, ફેંસલા માટે હજુ 8-9 મહિનાનો સમય

ચેન્નાઇ, તા.24: ગુજરાત ટાઇટન્સ સામે 1પ રને મળેલી શાનદાર જીત બાદ સીએસકેના કપ્તાન એમએસ ધોનીએ ગઇકાલે ચેપોક સ્ટેડિયમ પર સીઝનનો આખરી મેચ રમ્યો હતો. આ પછી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આવતા વર્ષે ચેપોક પર રમશો કે નહીં ? તો ધોનીએ જવાબ આપ્યો કે આ ફેંસલો લેવા માટે તેની પાસે 8-9 મહિનાનો સમય છે. ધોનીએ કહ્યંy કે હું નથી જાણતો, મારી પાસે ઘણો સમય છે. નવી સીઝન પૂર્વે ડિસેમ્બરમાં મિનિ ઓક્શન પણ હશે. તો પછી અત્યારથી શું કામ માથાનો દુ:ખાવો વધારું.

ધોની આઇપીએલની પૂરી સીઝનમાં ઘૂંટણના દર્દથી કણસતો જોવા મળ્યો હતો. ગુજરાત સામેની જીત બાદ પણ તેના ઘૂંટણ પર પટ્ટી બાંધેલી હતી. મેચ બાદ ધોનીએ જણાવ્યું કે હું સીએસકે સાથે હંમેશાં રહેવા માગુ છું. ખેલાડી તરીકે અથવા તો બહાર બેસીને. આગળનું હું નથી જાણતો. હું પાછલા ચાર મહિનાથી ઘરની બહાર છું. હવેનો નિર્ણય લેવાનો મારી પાસે પર્યાપ્ત સમય છે.

ફાઇનલ વિશે પૂછવામાં આવતા ધોનીએ જણાવ્યું કે અહીં સુધી પહોંચવા માટે અમે કઠિન મહેનત કરી છે જ્યારે ગુજરાત સામે 177 રનના લક્ષ્યનો બચાવ કરવા બારામાં ધોનીએ કહ્યંy કે અમે બોલિંગ ફેરફારમાં મહત્ત્વના નિર્ણય લીધા હતા. આ ઉપરાંત મેં ફીલ્ડિંગ પર સતત નજર રાખી હતી. વચ્ચેની ઓવરોમાં યુવા ખેલાડીઓને દબાણથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ જીત સહિયારા પુરુર્ષાથથી મળી છે. તેવું ચોક્કસ કહી શકાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક