બૈસેતૈરા
(સેંટ કિટ્સ), તા. 9 : પ્લેયર ઓફ ધ મેચ શેનફેન રૂધરફોર્ડની 8 છક્કાથી આતશી સદીની મદદથી
બાંગલાદેશ વિરુદ્ધના પ્રથમ વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝનો 14 દડા બાકી રહેતા પ વિકેટે વિજય
થયો છે. 3 મેચની શ્રેણીમાં વિન્ડિઝ 1-0થી આગળ થયું છે. શ્રીલંકાએ પ0 ઓવરમાં 6 વિકેટે
294 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 47.4 ઓવરમાં પ વિકેટે
29પ રન કરી જીત મેળવી હતી. શેનફેન રૂધરફોર્ડે માત્ર 80 દડામાં 7 ચોક્કા અને 8 છક્કાથી
113 રનની ઝડપી ઇનિંગ રમી હતી.
વેસ્ટ
ઇન્ડિઝ તરફથી કપ્તાન શાઇ હોપે 88 દડામાં 3 ચોક્કા-4 છક્કાથી 86 રન કર્યા હતા. તેના
અને રૂધરફોર્ડ વચ્ચે ચોથી વિકેટમાં 99 રનની ભાગીદારી થઈ હતી. જસ્ટિન ગ્રીવ્સ 31 દડામાં
પ ચોક્કાથી 41 રને નોટઆઉટ રહ્યો હતો. બાંગલાદેશ તરફથી કપ્તાન મહેંદી હસન મિરાજ સહિત
તમામ બોલરને 1-1 વિકેટ મળી હતી.
અગાઉ
તંજિદ હસનના 60, કપ્તાન મહેંદી હસન મિરાજના 74, મહમદુલ્લાહના અણનમ પ0 અને જાકેર અલીના
48 રનથી બાંગલાદેશે પ0 ઓવરમાં 6 વિકેટે 294 રન કર્યા હતા. વિન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે
3 અને અલ્જારી જોસેફે 2 વિકેટ લીધી હતી.