• મંગળવાર, 29 એપ્રિલ, 2025

વિન્ટેજ કોહલી ઓરેન્જ કેપની નજીક

રાજસ્થાન સામેની 70 રનની ઇનિંગથી બીજા સ્થાને પહોંચ્યો

પર્પલ કેપ લીડર બોર્ડમાં હેઝલવૂડ બીજા ક્રમે

બેંગ્લુરુ, તા.2પ: વિન્ટેજ વિરાટ કોહલી ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર ઝડપથી ટોચના સ્થાન તરફ ધસી રહ્યો છે. હાલ ઓરેન્જ કેપ ગુજરાત ટાઇટન્સના ડાબોડી યુવા બેટધર સાઇ સુદર્શનના શિરે છે.

 તેણે 8 ઇનિંગમાં પ2.12ની સરેરાશ અને 1પ2.18ની સ્ટ્રાઇક રેટથી 417 રન કર્યાં છે અને ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર પહેલા સ્થાને છે. વિરાટ કોહલીએ ગઇકાલના મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરૂધધ 42 દડામાં 70 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આથી તેના 9 ઇનિંગમાં કુલ 392 રન થયા છે અને આ સૂચિમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. લખનઉ સુપર જાયન્ટસનો ફટકાબાદ નિકોલસ પૂરન પાછલા ત્રણ મેચથી ફોર્મ ગુમાવી ચૂકયો છે. આમ છતાં તે 9 ઇનિંગના અંતે 377 રન સાથે ત્રીજા સ્થાને છે. મુંબઇ ઇન્ડિયન્સનો 360 ડિગ્રી બેટર સૂર્યકુમાર યાદવ પર ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર સતત ગતિ કરી રહ્યો છે. તેના ખાતામાં 373 રન છે અને ચોથા સ્થાને છે. તે કયારે પણ પૂરનનું સ્થાન છીનવી શકે છે. જયારે રાજસ્થાન રોયલ્સનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ સતત 4 ઇનિંગથી રન કરી રહ્યો છે. આથી તે 3પ6 રન સાથે પાંચમા ક્રમે છે. તેણે ગઇકાલે આરસીબી સામે 19 દડામાં 49 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેનો પાછલી ચાર ઇનિંગમાં સ્કોર 7પ, પ1, 74 અને 49 રહ્યો છે.  પર્પલ કેપ લીડર બોર્ડ પર આરસીબીનો ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધના મેચ વિનિંગ પરર્ફોમન્સ પછી બીજા ક્રમે આવી ગયો છે. તેણે આરઆર સામે 33 રનમાં 4 વિકેટ લીધી હતી અને આરસીબીની જીતનો નાયક બન્યો હતો. તેની હવે કુલ 16 વિકેટ છે. પહેલા નંબરે ટાઇટન્સનો મીડીયમ પેસ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા છે. તેની પણ 16 વિકેટ છે. સારી ઇકોનોમીને લીધે તે પહેલા સ્થાને છે. ત્રીજા સ્થાન પર 12-12 વિકેટ સાથે 7 બોલર છે. તેમાં નવું નામ આરસીબી સ્પિનર કુણાલ પંડયાનું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક