કોલંબો તા.27: ત્રિકોણીય વન ડે શ્રેણીના પહેલા મેચમાં ભારતીય મહિલા ટીમનો શ્રીલંકા વિરૂધ્ધ પ6 દડા બાકી રહેતા 9 વિકેટે આક્રમક વિજય થયો છે. 148 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક ભારતે પ6 દડા બાકી રાખી માત્ર 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ પ્રતિકા રાવલે 62 દડામાં 7 ચોક્કાથી અણનમ પ0 રનની ઇનિંગ રમી હતી. વરસાદને લીધે મેચ 39-39 ઓવરનો રમાયો હતો. આ ત્રિકોણીય વન ડે શ્રેણીની ત્રીજી ટીમ દ. આફ્રિકા છે.
ભારત
તરફથી સ્ટાર બેટર સ્મૃતિ મંધાના 46 દડામાં 6 ચોક્કાથી 43 રને આઉટ થઇ હતી. જયારે હરલીન
દેઓલ 71 દડામાં 4 ચોક્કાથી 48 રને નોટઆઉટ રહી હતી. આથી ભારતે 29.4 ઓવરમાં 1 વિકેટે
149 રન કરી 9 વિકેટે જીત મેળવી હતી.
આ પહેલા
શ્રીલંકા મહિલા ટીમ 38.1 ઓવરમાં 147 રનના મામૂલી સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. જેમાં ઓપનર
હસિની પરેરાના 30 રન સર્વાધિક હતા. કવિશા દિલહારીએ 2પ અને અનુષ્કા સંજીવનીએ 22 રન કર્યાં
હતા. ભારત તરફથી સ્નેહ રાણાએ 3 અને દીપ્તિ શર્મા- શ્રી ચારણીએ 2-2 વિકેટ લીધી હતી.