વડોદરામાં
આજે |ાહ ફાઇનલ
વડોદરા,
તા.4ઃ વીમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નો ખિતાબી મુકાબલો ગુરુવારે દિલ્હી કેપિટલ્સ
વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાશે. એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ
સામે દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. આ સાથે જ દિલ્હી કેપિટલ્સ ટીમ
ડબ્લ્યૂપીએલમાં સતત ચોથીવાર ફાઇનલમાં પહોંચી છે. તેને પ્રથમ ખિતાબની શોધ છે. આરસીબી
ગ્રુપ સ્ટેજમાં ટોચ
પર
રહી ફાઇનલમાં પહોંચી હતી.
આરસીબીની
કપ્તાની સ્મૃતિ મંધાના સંભાળી રહી છે જ્યારે ડીસીની કપ્તાની પહેલીવાર જેમિમા રોડિંગ્સને
સોંપાઇ છે. સ્મૃતિ અને જેમિમાની દોસ્તી જાણીતી છે, પણ હવે ફાઇનલમાં બન્ને બહેનપણી આમને-સામને
હશે અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા કોઈ કસર છોડશે નહીં. આરસીબી 2024 સીઝનમાં ચેમ્પિયન
બની હતી જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ ત્રણ વખત અગાઉ ફાઇનલમાં પહોંચી ખિતાબ ચૂકી છે.
હવે તે ચોથા પ્રયત્ને ટ્રોફી છોડવા માગશે નહીં. જો કે તેની રાહ કઠિન છે, કારણ કે આરસીબી
ટીમ વર્તમાન સીઝનમાં શાનદાર દેખાવ કરી રહી છે.
એલિમિનેટર
મેચમાં ગુજરાત જાયન્ટ્સે બેથ મૂનીના 62 રનથી 7 વિકેટે 168 રન કર્યા હતા. જવાબમાં દિલ્હી
કેપિટલ્સે 1પ.4 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.