• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

પોરબંદરમાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ આચરનારની ધરપકડ

પોરબંદર, તા.24: પોરબંદરમાં માનવતાને લજવતી ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. જન્મથી જ માનસિક અસ્થિર યુવતીની બીમારીનો લાભ લઈ દુષ્કર્મ આચરનાર શખસને કીર્તિમંદિર પોલીસે ઝડપી લીધો છે.   શેહરના શીતલાચોક નજીક બ્રાન્ચ સ્કૂલ વિસ્તારમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિર પાસે રહેતા હિતેશ પ્રભુદાસ જોષી નામનાં શખસે શહેરની જન્મથી જ માનસિક અસ્થિર યુવતીની બીમારીનો લાભ લઈ અવાર-નવાર તેના ઘરે જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચકચારી ફરિયાદ નોંધાઈ હતી. આ શખસ યુવતીના પિતાનો મિત્ર હોવાનું બહાર આવ્યું છે. આરોપી અવાર-નવાર પીડિતાનાં ઘરે આવતો હતો અને બીમારીનો લાભ લઈ દુષ્કર્મ ગુજારતો હતો. ગઈકાલે જ્યારે તે ફરી ઘરે આવ્યો ત્યારે પીડિતાની બહેન ત્યાં આવી પહોંચતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા કીર્તિ મંદિર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હિતેશ જોશીની ધરપકડ કરી હોવાનું પત્રકાર પરીષદમાં સિટી ડીવાય.એસ.પી. ઋતુ રાબાએ માહિતી આપી હતી. ઝડપાયેલો આરોપી હિતેશ માછીમારી કરે છે. અગાઉ તે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર ક્રોસ કરી પાકિસ્તાનની જળસીમામાં પકડાતા ત્રણ વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી ચૂક્યો છે.  

 

ઇ-પેપરના નવા શુલ્ક