• સોમવાર, 27 મે, 2024

શ્રીલંકામાં ફૂંકાયું ‘િસરાજ’ વાવાઝોડું: 6 વિકેટ

કોલંબો, તા.17: એશિયા કપમાં ભારતના વિજયનો સ્ટાર ખેલાડી પેસર મોહમ્મદ સિરાજ રહ્યો. જેણે 7 ઓવરમાં ર1 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ફાઇનલ પૂર્વે કોલંબોમાં વરસાદ વરસ્યો, વરસાદ અટક્યો અને મેચ શરૂ થયો જેમાં સિરાજરૂપી વાવાઝોડું ફૂંકાતા શ્રીલંકાની ટીમ વેરવિખેર થઈ ગઈ હતી. ફાઇનલમાં સિરાજે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બોલિંગ રેકોર્ડની હારમાળા સર્જી હતી.

ખિતાબી મુકાબલામાં મોહમ્મદ સિરાજે એક જ ઓવરમાં 4 વિકેટ અને માત્ર 16 દડામાં પ વિકેટ ઝડપી શ્રીલંકાના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યું હતું. સિરાજે શ્રીલંકા સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સિરાજે એક ઓવરમાં પહેલા દડે વિકેટ લીધા બાદ ત્રીજા અને ચોથા દડે વિકેટ ઝડપી, ત્યાર બાદ ચોગ્ગો લાગ્યો અને છેલ્લા દડે ફરી વિકેટ ઝડપી હતી. તે હેટ્રિક ચૂકી ગયો પરંતુ શ્રીલંકાની હાલત ફરી બેઠું ન થાય તેવી કરી નાખી હતી. 1ર રનના સ્કોરે અડધી ટીમ પરત જઈ ચૂકી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક