• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ઈતિહાસ રચતા ચૂક્યો નિરજ ચોપડા

ડાયમંડ લીગના ફાઈનલ્સમાં બે ફાઉલ બાદ બીજા ક્રમે

યૂજીન, તા.17 : ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નિરજ ચોપડા વધુ એક ઈતિહાસ રચતાં ચૂકી ગયો છે. ડાયમંડ લીગ ફાઈનલ્સમાં તે બીજા ક્રમે

રહ્યો હતો.

16 સપ્ટેમ્બરને શનિવારે અમેરિકાના યૂજીન ખાતે રમાયેલા ફાઈનલ્સમાં નિરજનો બેસ્ટ થ્રો 83.80 મીટર રહ્યો. ચેક ગણરાજયના જૈકબ વાડલેચે 84.ર4 મીટર થ્રો સાથે પહેલા સ્થાને રહી ટ્રોફી પોતાને નામ કરી હતી. ફાઈનલસમાં નિરજનો અસલ જાદૂ જોવા મળ્યો ન હતો. તેના બે પ્રયાસ ફાઉલ રહ્યા. જૈકબે પહેલા થ્રો બાદ જ લીડ મેળવી લીધી હતી. નિરજે જો ખિતાબ જીત્યો હોત તો તે ડાયમંડ ટ્રોફી જાળવી રાખનાર ત્રીજો જેવલિન થ્રોઅર બન્યો હોત.