• સોમવાર, 27 મે, 2024

લખનઉનો અફઘાન બોલર નવીન ઉલ હક ટ્રોલ

ચેન્નાઇ, તા.2પ: લખનઉ સુપર જાયન્ટસનો અફઘાન ઝડપી બોલર નવીન ઉલ હક સતત ચર્ચામાં છે. હવે એલિમિનેટર મેચમાં મુંબઇ સામેની લખનઉની કારમી હાર બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બેંગ્લોર અને લખનઉ વચ્ચેના લીગ મેચમાં નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. મુંબઇ સામેના મેચ દરમિયાન ચેપોક પર દર્શકો કોહલી કોહલીના શોરથી નવીનને ચીડવી રહ્યા હતા. આ પછી નવીન ત્રાટક્યો હતો અને તેણે ઉપરાઉપરી 4 વિકેટ લીધી હતી અને દરેક વખતે પોતાના કાન બંધ કરવાની એક્શન કરતો હતો. હવે લખનઉને હાર આપ્યા બાદ મુંબઇના ખેલાડીઓ સંદીપ વોરિયર, વિષ્ણુ વર્ધન અને કુમાર કાર્તિકેયને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે. જેમાં આ ત્રણેય આંખ, કાન, મોં બંધ રાખવાની મુદ્રામાં જોવા મળે છે. તેમની સામેના ટેબલ પર કેરી રાખી છે. ફોટા સાથે કેપ્શન આપ્યું છે કે સ્વીટ સીઝન ઓફ મેંગો. જો કે થોડીવાર પછી તેમણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક