• મંગળવાર, 25 જૂન, 2024

પૂરતાં રન ન બનાવી શક્યા : રોહિત શર્મા અમે બોલિંગ-બેટિંગ સારી કરી : પૈટ કમિંસ

ફાઈનલ બાદ સુકાનીઓએ જણાવ્યું હાર-જીતનું કારણ

અમદાવાદ તા.19 : ફાઈનલમાં પરાજય બાદ ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ જણાવ્યું કે અમે ર0-30 રન ઓછા બનાવ્યા. જયારે રાહુલ અને વિરાટ રમી રહ્યા હતા ત્યારે રપ ઓવર આસપાસ લાગતું હતુ કે ર70-ર80 આસપાસ રન બનાવી લેશું. શરુઆતમાં 3 વિકેટ ખેડવ્યા બાદ જે અમે જે સંભવ હતુ તે કર્યુ પરંતુ હેડ અને લાબુનેશ મેચ અમારાથી દૂર લઈ ગયા. પિચ અંડરલાઈટ બેટિંગ માટે સારી રહી. અમે પિચનું બહાનુ કરી શકીએ પરંતુ એ સ્વીકારવું રહયુ કે અમે પુરતાં રન બનાવ્યા ન હતા.

ચેમ્પિયન ટીમના સુકાની પૈટ કમિન્સે જણાવ્યું કે અમે આજે પહેલા બોલિંગ કરવાનું વિચાર્યુ. પિચ સમય સાથે ધીમી પડી રહી હતી પરંતુ હેડે સારી બેટિંગ કરી હતી. બોલિંગમાં પણ અમારુ પ્રદર્શન સારુ રહયુ. 300ના સ્કોર પર આ વિકેટ પર ભારતને રોકવું સારુ હતુ. પરંતુ અમે ભારતને ર40 પર જ રોકવામાં સફળ રહ્યા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024