• મંગળવાર, 25 જૂન, 2024

ડ્રેસિંગ રૂમમાં ભાવુક ખેલાડીઓને જોવા કોચનાં રૂપમાં મુશ્કેલ પળ: દ્રવિડ ટીમના બચાવમાં કહ્યંy અમે ભય સાથે રમ્યા નથી

અમદાવાદ, તા.20: વિશ્વ કપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડે ટીમના બચાવમાં કહ્યંy કે અમે જરૂર 30-40 રન ઓછા કર્યા, પણ એનું કારણ મીડલ ઓવરમાં ધીમી બેટિંગ નથી. મેચ બાદની પત્રકાર પરિષદમાં કોચ દ્રવિડે કહયું કે, હું એ વાતથી સહમત નથી કે અમે ભય સાથે રમ્યા. 10 ઓવરમાં 80 રન કરી ચૂકયા હતા. અમે આ પછી વિકેટો ગુમાવી આથી રણનીતિ બદલવી પડે છે. 

અમે જ્યારે પણ આક્રમક બેટિંગ તરફ આગળ વધતા હતા ત્યારે વિકેટ પડતી હતી. આથી એ સમય એવો હતો કે સંભાળીને રમવાની જરૂર હતી જ્યારે વિકેટ પડે છે ત્યારે ઇનિંગનું ફરી નિર્માણ કરવું પડે છે. આથી રક્ષાત્મક બેટિંગ કરવી પડી, તેમ કોચ દ્રવિડે ટીમના બચાવમાં જણાવ્યું હતું. જો ટીમના સ્કોરમાં 30-40 રન હોત તો મેચ અલગ રીતે આગળ વધત. બપોરના સમયે દડો પીચ પર ધીમો પડીને આવી રહ્યો હતો. સાંજ પડતા પડતા બેટિંગ આસાન બની હતી.

રવિવારની હાર પાછલા 13 મહિનામાં આઇસીસી નોકઆઉટમાં ભારતની ત્રીજી હાર છે. ટી-20 વિશ્વ કપ સેમિ ફાઇનલ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ બાદ હવે વન ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતતા ચૂકી ગયા છીએ. આ સામે કોચ દ્રવિડે કપ્તાન રોહિત શર્માનો બચાવ કરતા કહ્યંy કે તે એક શાનદાર સુકાની છે. તેણે ટીમનું જે રીતે નેતૃત્વ કર્યું છે તે પ્રશંસાને પાત્ર છે. તેણે ઘણી યોજનાઓ બનાવી. રણનીતિ અમલી કરી. તેની બેટિંગથી અમે નેટ રન રેટ સેટ કર્યો.

આ તકે કોચ દ્રવિડે જણાવ્યું કે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. એક કોચના રૂપમાં એ જોયું ઘણું મુશ્કેલ હતું. આ ખેલાડીઓએ કેટલીક મહેનત કરી હતી. કેટલું ત્યાગ કર્યું હતું. આ હારમાંથી અમે શીખ લેશું. ઉતાર-ચઢાવ રમતો હિસ્સો છે. અમારે અટકી જવાનું નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024