• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારતની અન્ડર-19 એશિયા કપની ટીમ જાહેર સૌરાષ્ટ્રનો અંશ ગોસાઈ રિઝર્વ ખેલાડી તરીકે પસંદ

મુંબઈ, તા.26: બીસીસીઆઇએ યુએઇમાં રમાનાર અન્ડર-19 એશિયા કપ-2023ની ભારતીય ટીમ જાહેર કરી છે. આ ટીમના કેપ્ટન પદે ઉદય સહારનની નિયુક્તિ થઈ છે જ્યારે સૌરાષ્ટ્રનો ખેલાડી અંશ ગોસાઇ રિઝર્વ ખેલાડી તરીકે પસંદ થયો છે. અન્ડર-19 એશિયા કપની શરૂઆત 8 ડિસેમ્બરથી થશે. એ જ દિવસે ભારતનો પહેલો મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ હશે. ભારતીય યુવા ટીમ 10 ડિસેમ્બરે પાકિસ્તાન સામે અને 12 ડિસેમ્બરે નેપાળ સામે ટકરાશે. ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો તા. 17 ડિસેમ્બરે દુબઈમાં રમાશે. ભારતીય યુવા ટીમ વર્તમાન જૂ. એશિયા કપ ચેમ્પિયન છે અને કુલ આઠ વખત ખિતાબ જીતી ચૂકી છે.

ભારતીય અન્ડર-19 ટીમ: અર્નિશ કુલકર્ણી, આદર્શ સિંહ, રૂદ મયૂર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, ઉદય સહારન (કેપ્ટન), અરવેલ્લી રાવ, સૌમ્યકુમાર પાંડે (વાઇસ કેપ્ટન), મુરગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર), ધનુષ ગૌડા, આરાધ્ય શુક્લા, રાજ લિમ્બાની, નમન તિવારી. રિઝર્વ ખેલાડી: પ્રેમ દેવકર, અંશ ગોસાઈ અને મોહમ્મદ અમાન.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024