તિરુવનંથપુરમ, તા.27: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટી-20 શ્રેણીમાં ઉપરા ઉપરી બે અર્ધસદી ફટકારનાર યુવા વિકેટકીપર-બેટર ઇશાન કિશનને વર્લ્ડ કપ દરમિયાન પ્લેઇંગ ઇલેવનની બહાર બેસવું ખરાબ લાગ્યું હતું. હવે તે મળતા મોકાનો પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યો છે. ઇશાને પહેલા મેચમાં 39 દડામાં પ8 અને બીજા મેચમાં 32 દડામાં પ2 રનની ઝડપી ઇનિંગો રમી હતી.
ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની 44 રનની જીત બાદ ઇશાન કિશને કહ્યંy કે, મને લાગે છે કે આ બધી ભૂખ છે. વર્લ્ડ કપમાં અમે એક ચેમ્પિયન ટીમની જેમ રમ્યા અને હું ચૂકી ગયો. મને થોડું ખરાબ લાગ્યું હતું. આપ એમાં કાંઈ કરી શકતા નથી. આપ જ્યારે ઇલેવનની બહાર રહો ત્યારે આપે મગજને શાંત અને તરોતાજા રાખવું પડે છે જ્યારે મોકો મળે ત્યારે તૈયાર રહેવું પડે છે. વિશ્વ કપ દરમિયાન બહાર બેસીને પણ મને ઘણું શીખવાનું મળ્યું.