• શનિવાર, 27 જુલાઈ, 2024

હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનશે ? ક્ષરોહિત શર્માના નિર્ણય પર સહુની મિટ

નવી દિલ્હી, તા.27: આઇપીએલ-2024ની સિઝનની ખેલાડીઓની અદલા-બદલીના ગઈકાલે આખરી દિવસે અંતિમ સમયે મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સ પાસેથી હાર્દિક પંડયાને પોતાની ટીમમાં સામેલ કરવાના સોદાને સફળ બનાવ્યો હતો. આની સાથોસાથ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સોંપી દીધો હતો. આથી હવે ગ્રીન વિરાટ કોહલીનો સાથીદાર બન્યો છે. બીજી તરફ એવી ખબર સામે આવી છે કે રોહિત શર્મા મુંબઈની કપ્તાની છોડી રહ્યો છે. તેનાં સ્થાને હાર્દિક પંડયાને સુકાન સોંપવામાં આવશે. રોહિત આઇપીએલમાં હવે ફક્ત ખેલાડી તરીકે રમવા ઇચ્છુક હોવાના રિપોર્ટ છે. રોહિત શર્મા શું નિર્ણય લે છે તેના પર સહુની મીટ છે. 

હાર્દિક પંડયાની સેલેરી 1પ કરોડ રૂપિયા છે. જે મુંબઈ ઇન્ડિયન્સ ગુજરાત ટાઇટન્સને ચૂકવશે. આથી ગુજરાતની ટીમનું પર્સ પણ વધી ગયું છે. હાર્દિકને ટ્રાન્સરફ ફી પણ મળશે. રિપોર્ટ અનુસાર તેને આ રકમનો પ0 ટકા હિસ્સો મળશે. આઇપીએલ-2024નું ઓક્શન દુબઈ ખાતે 19 ડિસેમ્બરે થશે. આ પછી તા. 20 ડિસેમ્બરથી ટ્રેનિંગ વિન્ડો ખોલવામાં આવશે. જે 2024ની સિઝનની શરૂઆતના થોડા દિવસ અગાઉ બંધ થશે.

ગુજરાત ટાઇટન્સ માટે હાર્દિક બે સિઝન રમ્યો હતો. તેની કપ્તાનીમાં 2022માં ટીમ ચેમ્પિયન અને 2023માં રનર્સ અપ બની હતી. આ દરમિયાન તેણે 30 ઇનિંગમાં 41.6પની સરેરાશ અને 133.39ની સ્ટ્રાઇક રેટથી 833 રન અને 11 વિકેટ લીધી હતી. 2022ના ફાઇનલમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024