• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારતીય યુવા ટીમ છઠ્ઠીવાર ખિતાબ જીતવા મેદાને પડશે

આજે U-19 વર્લ્ડ કપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટક્કર

બપોરે 1-30થી મેચનો પ્રારંભ

બેનોની (દ. આફ્રિકા), તા.10: ભારતીય યુવા ક્રિકેટ ટીમ રવિવારે અહીં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધનો ફાઇનલ જીતીને રેકોર્ડ છઠ્ઠીવાર આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા મેદાને પડશે. ગયા વર્ષે 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાની ટીમે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળની ભારતની સિનિયર ટીમને વન ડે વર્લ્ડ કપમાં આંચકારૂપ હાર આપી હતી. આથી ટીમ ઇન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું હતું. હવે ઉદય સહારનની આગેવાની તળેની યુવા ભારતીય ટીમ જૂનિયર વર્લ્ડ કપ ચેમ્પિયન બની દેશનું સપનું સાકાર કરવા કટિબદ્ધ બની છે. કપ્તાન ઉદયે કહ્યંy છે કે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા હોય કે પાકિસ્તાન કોઇ ફરક પડતો નથી. અમે વિરોધી ટીમ પર ફોકસ કરી રહ્યા નથી. અમારી રમત પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે મેચ દર મેચ રણનીતિ બનાવી છે અને દરેક મેચમાં જીતના જુસ્સા સાથે રમી રહ્યા છીએ.

ભારતીય જૂનિયર ટીમે 2012 અને 2018ના વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. આ વખતે પણ ફાઇનલની પ્રબળ દાવેદાર છે. ભારતીય ટીમ અન્ડર-19 વર્લ્ડ કપમાં હંમેશાં પાવર હાઉસ રહી છે. નવમીવાર આ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચવું તેનું પ્રમાણ છે. ભારતની અન્ડર-19 ટીમે 2016 બાદ તમામ ફાઇનલ મેચ રમ્યા છે. જેમાં તેણે 2018 અને 2022માં ખિતાબ જીત્યા હતા અને 2016 અને 2020માં ઉપવિજેતાથી સંતોષ માનવો પડયો હતો.

વિરાટ કોહલીની ટીમે 2008માં ટ્રોફી જીતી હતી. આ પછીથી અન્ડર-19 વિશ્વ કપ ભારતમાં ઘણો લોકપ્રિય બન્યો છે. અન્ડર-19 વિશ્વ કપે યુવરાજ સિંઘ, મોહમ્મદ કેફ, સુરેશ રૈના, શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, ઋષભ પંત, શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જેવા ઘણા સ્ટાર ક્રિકેટર આપ્યા છે. જો કે એવા પર ઘણા ખેલાડીઓ છે જે જૂનિયર વિશ્વ કપ બાદ સિનિયર લેવલે સફળ રહ્યા નથી.

ઉદય સહારનના કપ્તાનપદ હેઠળની યુવા ભારતીય ટીમ અન્ડર-19 એશિયા કપના ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી, પણ વર્લ્ડ કપમાં આ ટીમનો શાનદાર દેખાવ રહ્યો છે. કપ્તાન ઉદય 389 રન કરીને ટોચ પર છે અને શાનદાર ફોર્મમાં છે. સરફરાઝ ખાનનો નાનો ભાઇ મુશીર ખાન બે સદી કરી ચૂક્યો છે. આ ઉપરાંત તે ઉપયોગી સ્પિનર છે. ઝડપી બોલર રાજ લિંબાની અને નમન તિવારીએ પણ પ્રભાશાળી દેખાવ કર્યોં છે. આ અને બીજા ભારતીય ખેલાડીઓએ રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના ફાઇનલમાં ઉચ્ચસ્તરનો દેખાવ કરવો પડશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1-30થી શરૂ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024