ચિત્તાગોંગ, તા.31: બીજા ટેસ્ટમાં બેટધરોના શાનદાર દેખાવથી પ્રવાસી શ્રીલંકા ટીમે ગૃહ ટીમ બાંગલાદેશ પર શિકંજો કસ્યો છે. બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી આગળ ચાલી રહેલ શ્રીલંકાએ પહેલા દાવમાં પ37 રન ખડક્યા હતા. ખાસ વાત એ રહી હતી કે લંકન ટીમે પ00થી વધુનો ટોટલ બનાવ્યો હતો, પણ તેનો એક પણ બેટધર ત્રણ આંકડે પહોંચી શક્યો ન હતો. બીજા દિવસની રમતના અંતે બાંગલાદેશના 1 વિકેટે પપ રન થયા હતા. તે હજુ 476 રન પાછળ છે. શ્રીલંકા તરફથી પહેલા ટેસ્ટની બન્ને ઇનિંગમાં સદી કરનાર પૂંછડિયા ખેલાડી કામિન્દુ મેન્ડિસે 92 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી.
શ્રીલંકાની શરૂઆત શાનદાર રહી હતી. બન્ને ઓપનર નિશાન મદુશંકાએ પ7 અને દિમૂથ કરુણારત્નેએ 86 રનની ઇનિંગ રમી હતી. આ પછી કુસલ મેન્ડિસે 93, એન્જલો મેથ્યૂસે 23, દિનેશ ચંડિમાલે પ9, કપ્તાન ધનંજય ડિ’સિલ્વાએ 70 અને કામિન્દુ મેન્ડિસે 92 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. બાંગલાદેશ તરફથી શકિબ અલ હસને 3 અને હસન મહમૂદે 2 વિકેટ લીધી હતી.