• શનિવાર, 27 જુલાઈ, 2024

લખનઉ વિ. બેંગ્લુરુ વિજયક્રમ પર વાપસીની કોશિશ કરશે સિતારા ખેલાડીઓથી સજ્જ RCB ટીમે સહિયારો દેખાવ કરવો જરૂરી

બેંગ્લુરુ, તા.1: હજુ સુધી પોતાના પ્રદર્શનમાં નિરંતરતા રાખવામાં નિષ્ફળ રહેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ  ટીમ મંગળવારના મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે ત્યારે તેનો પ્રયાસ સંઘભાવનાથી દેખાવ કરીને પોતાના અભિયાનને પટરી પર લાવવાનો હશે. આરસીબીએ હજુ સુધી 3 મેચ રમ્યા છે. જેમાં 2 હાર અને 1 જીતથી ફક્ત 2 અંક છે અને પોઇન્ટ ટેબલ પર આઠમા સ્થાને છે. પાછલા મેચમાં કેકેઆર સામેની કારમી હાર બાદ તેનો નેટ રન રેટ પણ બગડયો છે. ફાક ડૂ પ્લેસિસની ટીમને ઓછી આંકી શકાય નહીં  પરંતુ તેના ખેલાડીઓએ પોતાના દેખાવમાં સાતત્ય લાવવું પડશે. આ ટીમમાં ઘણા સિતારા ખેલાડીઓ છે, પણ વિરાટ કોહલીને છોડીને હજુ સુધી આઇપીએલની આ સીઝનમાં કોઇ ચાલ્યું નથી.

આરસીબીએ જો વિજય ક્રમ પર વાપસી કરવી હશે તો કપ્તાન ફાક ડૂ પ્લેસિસ, રજત પાટીદાર, ગ્લેન મેકસવેલ અને કેમરૂન ગ્રીને સારો દેખાવ કરવો પડશે. આ ટોચના બેટધરોની નિષ્ફળતાને લીધે આરસીબી પર સતત દબાણ રહે છે. અંતમાં દિનેશ કાર્તિક ચમકારા કરી રહ્યો છે. તેના બોલરો પર હજુ સુધી સારો દેખાવ કરી શકયા નથી. ટીમનો મુખ્ય બોલર સિરાજ ત્રણ મેચમાં બે જ વિકેટ લઇ શકયો છે.

બીજી તરફ લખનઉની ચિંતા કેપ્ટન કેએલ રાહુલની ફિટનેસ છે. પાછલા મેચમાં નબળી ફિટનેસને લીધે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવ્યો હતો. આથી નિકોલસ પૂરને સુકાન સંભાળ્યું હતું. આવતીકાલના આરસીબી વિરુદ્ધના મેચમાં તે કેપ્ટન તરીકે વાપસી કરે છે કે નહીં તે જોવું રહ્યંy. લખનઉ ટીમ જ નહીં પણ ભારતીય ક્રિકેટ માટે સારી ખબર છે કે મયંક યાદવ સતત 1પ0 કિમીની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. તે હવે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર તેની રફતાર બતાવવા તૈયાર છે. લખનઉ ટીમના ખાતામાં બે મેચમાં એક જીત અને એક હાર છે અને બે અંક સાથે છ નંબર પર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024