• મંગળવાર, 23 એપ્રિલ, 2024

ડિ’કોકના આક્રમક 81 અને પૂરનના આતશી 40* બેંગ્લોર સામે લખનઉના 5 વિકેટે 181 રન

બેંગ્લુરુ તા. 2: પહેલા કિવંટન ડિ’કોકની પ છકકાથી 81 રનની આક્રમક ઇનિંગ અને બાદમાં ડેથ ઓવર્સમાં નિકોલસ પૂરનની પ છકકાની તડાફડીથી આઇપીએલના આજના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરૂધ્ધ લખનઉ સુપર જાયન્ટસે 20 ઓવરમાં પ વિકેટે 181 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. ડેથ ઓવર્સમાં કેરેબિયન ફટકાબાજ નિકોલસ પૂરને પ છકકા અને 1 ચોકકાથી 21 દડામાં અણનમ 40 રન ઝૂડયા હતા. પૂરને 19મી ઓવરમાં ઉપરા ઉપરી ત્રણ અને આખરી ઓવરમાં બે છકકા ફટકારીને લખનઉને 181 રને પહોંચાડયું હતું. પૂરન અને કુણાલ (0) વચ્ચે છઠ્ઠી વિકેટની અતૂટ ભાગીદારીમાં 12 દડામાં 33 રનની ભાગીદારી થઇ હતી.

આ પહેલા આફ્રિકી બેટર ડિ’કોકે લખનઉની ઇનિંગનમાં એન્કર રોલ નિભાવીને પ6 દડામાં 8 શાનદાર ચોકકા અને પ ગગનચૂંબી છકકાની મદદથી 81 રનની ઝડપી ઇનિંગ રમી હતી. કેપ્ટન કેએલ રાહુલે 20 રન કર્યાં હતા અને ડિ’કોક સાથે મળી પહેલી વિકેટમાં 33 દડામાં પ3 રનની ભાગીદારી કરી હતી. સ્ટોઇનિસ 1પ દડામાં 1 ચોકકા-2 છકકાથી 26 રને આઉટ થયો હતો. આરસીબી તરફથી મેકસવેલે 2 અને ટોપ્લે, દયાલ અને સિરાજે 1-1 વિકેટ લીધી હતી. હોમ ગ્રાઉન્ડ પર આરસીબી કપ્તાન પ્લેસિસે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક