• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મિચેલ માર્શ આઇપીએલમાંથી આઉટ : ઓસ્ટ્રેલિયા પરત ફર્યો

નવી દિલ્હી, તા.14: પાછલા મેચમાં લખનઉ સુપર જાયન્ટસ વિરુદ્ધ જીત મેળવી રાહતની શ્વાસ લેનાર દિલ્હી કેપિટલ્સની મુશ્કેલી વધી છે. ટીમનો સ્ટાર કાંગારુ ઓલરાઉન્ડર મિચેલ માર્શ આઇપીએલની બહાર થઈ ગયો છે. તે અનફિટ છે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં તે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનાવાનો છે. આથી તેને ઓસ્ટ્રેલિયા પરત બોલાવી લેવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેની ફિટનેસ પર ધ્યાન આપવા માંગ છે અને આ ઉપરાંત આગામી વિશ્વ કપની તૈયારી અને ટીમ વિશે ચર્ચા કરવા માગે છે. માર્શ આઇપીએલ-2024માં તેનો આખરી મેચ કોલકતા સામે રમ્યો હતો. આ પછી મુંબઈ અને લખનઉ સામેના મેચ રમી શક્યો ન હતો. હવે તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. આ દરમિયાન એવા પણ રિપોર્ટ છે કે જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મંજૂરી મળશે તો મિચેલ માર્શ આઇપીએલના આખરી તબક્કામાં વાપસી કરી શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક