• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સુપર ઓવરનું જોખમ હતું, પણ જીત મળી : હેટમાયર

ચંદિગઢ, તા.14: આઇપીએલના ગઇકાલના મેચમાં પંજાબ સામે રાજસ્થાનનો આખરી ઓવરમાં 3 વિકેટે રોચક વિજય થયો હતો. રાજસ્થાને એક દડો બાકી રાખીને 19.પ ઓવરમાં 148 રનનો વિજય લક્ષ્ય પાર પાડયો હતો. આખરી ઓવરમાં શિમરોન હેટમાયર પહેલા બે દડામાં રન કરી શકયો ન હતો. આ પછી તેણે અર્શદીપની આ ઓવરમાં 6, 2 અને 6 ફટકારીને રાજસ્થાનને જીત અપાવી હતી. મેચ બાદ હેટમાયરે સ્વીકાર્યું કે પાંચમા દડા વખતે હું વિચારી રહ્યો હતો કે આ મેચ કદાચ સુપર ઓવરમાં જશે. આથી મેં નોન સ્ટ્રાઇકર બેટર ટ્રેંટ બોલ્ટને કહી દીધું હતું કે એક ન તો લેવો જ છે. જો હું દડો ચૂકી જાવ તો રન દોડી જશે, કારણ કે આથી મેચ ટાઈ થાય તો સુપર ઓવરનો મોકો મળે. જો કે પાંચમા દડે હેટમાયરે છક્કો ફટકારીને પંજાબનું કામ તમામ કર્યું હતું અને પોતાની ટીમ રાજસ્થાનને જીત સાથે ટોચ પર પહોંચાડી દીધી હતી. તે 10 દડામાં 27 રને અણનમ રહ્યો હતો અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક