• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ટેબલ ટોપર રાજસ્થાન - કોલકતા વચ્ચે આજે કાંટે કી ટક્કર

ઇડન ગાર્ડનમાં KKRના બેટર્સ-બોલર્સ પર અંકુશ મૂકવાનો છછ સામે પડકાર

કોલકતા, તા.1પ: આઇપીએલના મંગળવારે રમાનાર રાજસ્થાન રોયલ્સ અને કોલકતા નાઇટ રાઇટડર્સ વચ્ચે કાંટે કી ટક્કર થશે. વર્તમાન સીઝનમાં આ બે ટીમ ઓલરાઉન્ડ દેખાવ કરી રહી છે. રાજસ્થાન રોયલ્સ નંબર વન છે. તેના ખાતામાં 6 મેચમાં પ જીતથી 10 અંક છે. જયારે કોલકતા નાઇટ રાઇડર્સ બીજા ક્રમે છે. તેનાં ખાતામાં પ મેચમાં 4 જીતથી 8 અંક છે. આવતીકાલનો મેચ ઇડન ગાર્ડન પર રમાવાનો છે. જ્યાં કેકેઆરના બેટર્સ-બોલર્સ પર અંકુશ મૂકવા એડીચોટીનું જોર લગાવવું પડશે. આ મેચમાં જો કેકેઆરને જીત મળશે તો તેના આરઆર જેટલા 10 પોઇન્ટ થઈ જશે અને સારા નેટ રન રેટને લીધે ટોચ પર પહોંચી જશે.

રવિવારે અહીં ફિલ સોલ્ટની તોફાની ઇનિંગથી કોલકતાનો લખનઉ સામે 8 વિકેટે 16મી ઓવરમાં જ વિજય થયો હતો જ્યારે રાજસ્થાને તેના પાછલા મેચમાં પંજાબ કિંગ્સને હાર આપી હતી. આ મેચમાં રાજસ્થાનનો ઓપનર જોસ બટલર અનફિટ હોવાથી હિસ્સો બન્યો ન હતો. તે ઇડન ગાર્ડન પર વાપસી કરી શકે છે. રાજસ્થાન માટે સૌથી રાહતજનક વાત એ છે કે યશસ્વી જયસ્વાલ ફોર્મમાં આવી રહ્યો છે. તેણે પંજાબ સામે ટૂંકી પણ મહત્ત્વની 36 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેકેઆર માટે રાહતની વાત એ છે કે સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. તેણે પાછલા મેચમાં 3 વિકેટ લીધી હતી. તેની બોલિંગમાં પણ હવે ધાર જોવા મળે છે. કેકેઆર માટે હુકમના એક્કા સુનિલ નારાયણ અને આંદ્રે રસેલ છે. આ બન્ને બેટ-બોલથી બળુકો દેખાવ કરી રહ્યા છે.

જો કે રાજસ્થાનની બોલિંગ મજબૂત છે. ટ્રેંટ બોલ્ટ, આવેશ ખાન, યજુર્વેન્દ્ર ચહલ અને કેશવ મહારાજ કેકેઆરની રન ગતિ પર અંકુશ મૂકવા સક્ષમ છે. અશ્વિન અનફીટ હોવાથી પાછલો મેચ રમ્યો ન હતો. તેને મંગળવારના મેચમાં પણ વિશ્રામ મળી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક