• મંગળવાર, 30 એપ્રિલ, 2024

T-20માં 500 છક્કા ફટકારનાર રોહિત દુનિયાનો પાંચમો બેટર

મુંબઇ તા.1પ: ચેન્નાઇ સામેના 20 રને મળેલ હારના મેચમાં મુંબઇ તરફથી પૂર્વ સુકાની રોહિત શર્માએ અણનમ સદી કરી હતી. રોહિત શર્મા 63 દડામાં 11 ચોક્કા અને પ છક્કાથી 10પ રને નોટઆઉટ રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન રોહિત શર્માએ તેની ટી-20 કેરિયરના પ00 છક્કા પૂરા કર્યાં હતા. આ રેકોર્ડ કરનારો તે ભારતનો પહેલો અને દુનિયાનો પાંચમો બેટધર બન્યો છે. રોહિતના નામે હાલ 419 ઇનિંગમાં પ02 સિકસ છે.  જેમાંની 272 આઇપીએલમાં ફટકારી છે. ટી-20 ફોર્મેટમાં સૌથી સિકસ ફટકારવાના મામલે કેરેબિયન ફટકાબાજ ક્રિસ ગેલ પહેલા સ્થાને છે. તેના નામે 4પપ ઇનિંગમાં 10પ6 છક્કા છે. આ પછી કાયરન પોલર્ડનું નામ આવે છે. તેણે પ86 ઇનિંગમાં 860 છક્કા ફટકાર્યાં છે. ત્રીજા સ્થાન પરના આંદ્ર રસેલે 420 ઇનિંગમાં 678 છક્કા લગાવ્યા છે. ન્યૂઝીલેન્ડના કોલિન મૂનરોએ 409 ઇનિંગમાં પ48 સિકસ મારી છે. હવે આ સૂચિમાં રોહિત શર્મા પાંચમા નંબર પર છે. તેણે 419 ટી-20 ઇનિંગમાં કુલ પ02 છક્કા ફટકાર્યાં છે. મુંબઇ તરફથી રોહિતની આ બીજી સદી છે. આ પહેલા 2021માં કોલકતા સામે કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક