• મંગળવાર, 30 એપ્રિલ, 2024

પેરિસ ઓલિમ્પિકમાં પર્પલ ટ્રેક વધુ રેકોર્ડ તૂટશે તેવો દાવો

પેરિસ, તા.1પ:  ખેલ મહાકુંભ પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ 26 જુલાઈથી થવાનો છે. દુનિયાભરના એથ્લેટ ફેશનની નગરી પેરિસ ખાતે નવા રેકોર્ડ બનાવવા ઓલિમ્પિકમાં ઉતરશે. આ વખતે ઓલિમ્પિકમાં પર્પલ કલરનો ટ્રેક જોવા મળશે. જે ઇટાલીની એક ફેક્ટરીમાં તૈયાર કરાયો છે. જેને વલ્કેનાઇઝડ રબર ટ્રેક કહેવામાં આવે છે. હાલ આ પર્પલ ટ્રેક પેરિસના મુખ્ય સ્ટેડિયમ સ્ટેડ ડી ફ્રાંસ ખાતે પાથરવામાં આવી રહ્યો છે. ટ્રેક કવર કરવા માટે 1000થી વધુ વલ્કેનાઇઝ્ડ રબર રોલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ પર્પલ ટ્રેકની કામગીરી પૂરી કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગશે. ત્રણ વર્ષ પહેલા ટોકયો ઓલિમ્પિકમાં લાલ કલરનો એથ્લેટિક ટ્રેક હતો ત્યારે તેની ઉપર ત્રણ વર્લ્ડ રેકોર્ડ અને બાર ઓલિમ્પિક રેકોર્ડ બન્યા હતા. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન રમાશે. ઓલિમ્પિકમાં દર વખતે ટ્રેક એન્ડ ફિલ્ડની સ્પર્ધાઓ સૌથી વધુ લોકપ્રિય હોય છે. નિરજ ચોપરાએ ભાલા ફેંકમાં ભારત માટે ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં પહેલીવાર મેડલ એ પણ ગોલ્ડ જીત્યો હતો. આ વખતે તે પર્પલ ટ્રેક પર જ્વેલિયન થ્રો કરતો જોવા મળશે. પર્પલ કેપ પર વધુ રેકોર્ડ બનશે તેવો આયોજકો દાવો કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ટ્રેકને સુગંધી બનાવવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક