• સોમવાર, 06 મે, 2024

દિલ્હી સામે ગુજરાતનું એકમાત્ર લક્ષ્ય પાછલી હારનો હિસાબ ચૂકતે કરવો દિલ્હીની કમજોર કડી ઝડપી બોલિંગ અને ગુજરાતની મીડલ ઓર્ડર

નવી દિલ્હી, તા.23 : શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ મંગળવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે ગિલની ટીમનું એકમાત્ર લક્ષ્ય હશે હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હીના હાથે મળેલી 6 વિકેટની કારમી હારનો અરુણ જેટલી સ્ટેડિયમ પર હિસાબ ચૂકતે કરવો. ગુજરાતની ટીમનો હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી સામે 89 રનમાં ધબડકો થયો હતો. બાદમાં ઋષભ પંતની ટીમે ફક્ત 8.પ ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આક્રમક જીત મેળવી હતી. જો કે આ હાર પછી ટાઇટન્સ વાપસી કરી ચૂકી છે અને પાછલા મેચમાં પંજાબ કિંગ્સને પરાજય આપ્યો છે જ્યારે દિલ્હી સામે હૈદરાબાદે રનનો ધોધ વહાવીને 7 વિકેટે 266 રન ખડકીને 67 રને જીત મેળવી હતી. પંતની ટીમે આ હારમાંથી બહાર આવીને હોમ ગ્રાઉન્ડ પર શાનદાર દેખાવ કરીને પ્લેઓફની પોતાની આશા જીવંત રાખવી પડશે. ગુજરાત સામેની હારથી તેના માટે આરસીબીની જેમ પ્લેઓફના દ્વારા લગભગ બંધ સમાન રહેશે.

પોઇન્ટ ટેબલ પર બન્ને ટીમ વચ્ચે બહુ અંતર નથી. ગુજરાત ટાઇટન્સના 8 મેચમાં 4 જીત અને 4 હાર સાથે 8 પોઇન્ટ છે જ્યારે દિલ્હી કેપિટલ્સના ખાતામાં 6 અંક છે. તે પ મેચ હારી છે અને 3 જીતી છે. ગુજરાત છઠ્ઠા નંબર પર અને દિલ્હી આઠમા નંબર પર છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચમાં ટક્કર થઈ છે. જેમાં ગુજરાતનો બે અને દિલ્હીનો એક મેચમાં વિજય નોંધાયો છે.

ઋષભ પંતની કેપ્ટન્સી પર સવાલ થઈ રહ્યા છે. તેણે પાછલા મેચમાં ટોસ જીતી હૈદરાબાદને દાવ આપ્યો હતો. હૈદરાબાદે દિલ્હીના બોલરોની ધોલાઈ કરીને 266 રન ખડકયા હતા. બાદમાં દિલ્હીની ટીમ 199 રનમાં ઢેર થઈ હતી. દિલ્હીની કમજોર કડી તેની ઝડપી બોલિંગ છે. એનરિક નોર્ખિયા સહિતના તેના તમામ બોલર ધોવાઇ રહ્યા છે. ફક્ત સ્પિન જોડી કુલદીપ યાદવ અને અક્ષર પટેલ સારી બોલિંગ કરી રહ્યા છે. કુલદીપ પ મેચમાં 10 વિકેટ લઈ ચૂક્યો છે.

ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન આ સીઝનમાં નિરંતર રહ્યંy નથી. જીતનો ક્રમ જાળવી રાખવામાં આ ટીમ સફળ રહી નથી. બેટિંગ મોરચે કપ્તાન શુભમન ગિલ સિવાય અન્ય કોઈ બેટર મેચ વિનિંગ પરફોમન્સ કરી શક્યો નથી. ખાસ કરીને ડેવિડ મિલરની નિષ્ફળતા ગુજરાતને ભારે પડી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ May 06, Mon, 2024