• સોમવાર, 06 મે, 2024

સુનિલ નારાયણ T-20 વર્લ્ડ કપ રમશે નહીં

વાપસીનો ઇન્કાર કરી ઇન્ટરનેશનલ ક્રિકેટના દરવાજા બંધ થઇ ગયાનું કહ્યંy 

કોલકતા, તા.23 : વેસ્ટ ઇન્ડિઝના સ્પિન ઓલરાઉન્ડર અને આઇપીએલમાં કેકેઆર તરફથી બેટ-બોલથી ધમાકેદાર દેખાવ કરી રહેલા સુનિલ નારાયણે આગામી ટી-20 વિશ્વ કપમાં પોતાની રમવાની સંભાવના નકારી દીધી છે. તે કહે છે તેના માટે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટના દરવાજા બંધ થઇ ગયા છે.

3પ વર્ષીય આ કેરેબિયન ખેલાડી હાલ આઇપીએલમાં સૌથી અમૂલ્ય (એમવીપી) ખેલાડીની સૂચિમાં ટોચ પર છે. તેણે ગત સપ્તાહ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પ6 દડામાં અણનમ 109 રન બનાવ્યા હતા. જે ટી-20 ફોર્મેટમાં તેની પહેલી સદી હતી. તે આ સીઝનમાં 9 વિકેટ પણ લઇ ચૂકયો છે.

નારાયણના આ શાનદાર ફોર્મને જોતા વેસ્ટ ઇન્ડિઝના ટી-20 કેપ્ટન રોવમેન પોવેલે કહ્યંy હતું કે પાછલા 12 મહિનાથી અમે નારાયણની વાપસીના ઇંતઝારમાં છીએ. પણ હવે નારાયણે વાપસીનો કોઇ પણ યોજનાનો ઇન્કાર કરી દીધો છે. તેણે કહ્યું હું આભારી છું કે વિશ્વ કપમાં હું રમું તેવું તેઓ ઇચ્છી રહ્યા છે, પણ મેં નિવૃત્તિની સાથે શાંતિ પસંદ કરી હતી. મારા માટે હવે દરવાજા બંધ થઇ ચૂકયા છે. હું વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતા ખેલાડીઓના સમર્થનમાં છું. તેનો નેશનલ ટીમમાં રમવા માટે આકરી મહેનત કરી રહ્યા છે. તેઓ ટી-20 વર્લ્ડ કપ જીતના હકદાર છે. હું તેમને શુભકામાના આપું છું. આગામી ટી-20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ-અમેરિકા ખાતે રમાવાનો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ May 06, Mon, 2024