• સોમવાર, 06 મે, 2024

મોનિકા બત્રાને ખસેડી શ્રીજા અકુલા ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડી બની

નવી દિલ્હી, તા.23 : કોમનવેલ્થ ગેમ્સમાં મિક્સ ડબલ્સ ચેમ્પિયન શ્રીજા અકુલા નવી વિશ્વ ક્રમાંક સૂચિમાં કેરિયરના સર્વશ્રેષ્ઠ 38મા સ્થાને પહોંચી છે. આ સાથે જ 2પ વર્ષીય શ્રીજા અકુલાએ સ્ટાર પેડલર મોનિકા બત્રાને ખસેડીને ભારતની ટોચની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની છે. મોનિકા બત્રા બે સ્થાનનાં નુકસાનથી આઇટીટીએફ રેન્કિંગમાં 39મા નંબર પર છે. પુરુષ વિભાગમાં 42 વર્ષીય શરત કમલ 37મા ક્રમ સાથે ટોચનો ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી છે. જી. સાથિયાન અને માનવ ઠક્કર અનુક્રમે 60 અને 61મા ક્રમ પર છે.  હરમિત દેસાઈ 64મા ક્રમ પર ફેંકાઈ ગયો છે. ભારતની મહિલા અને પુરુષ ટેબલ ટેનિસ પહેલા જ પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલીફાઈ થઈ ચૂકી છે. હવે વિશ્વ ક્રમાંકના આધારે બન્ને વિભાગમાંથી બે-બે ખેલાડી સિંગલ્સ મુકાબલા માટે પસંદ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ May 06, Mon, 2024