• સોમવાર, 27 મે, 2024

T-20 વર્લ્ડ કપના બીજા સેમિમાં રિઝર્વ ડે નહીં ICCએ વધારાની 250 મિનિટ ફાળવી

નવી દિલ્હી, તા.14 : અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. ર જૂનથી ટી-20 વર્લ્ડ કપ રમાશે.  આ વર્લ્ડ કપના બીજા સેમિ ફાઇનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આઇસીસીએ આ મહત્ત્વના મેચ માટે 2પ0 મિનિટ વધારાની ફાળવી છે. જેથી એ જ દિવસે મેચ સમાપ્ત થઈ શકે, કારણ કે બીજા સેમિ ફાઇનલની વિજેતા ટીમને પછીના દિવસે જ ફાઇનલ રમવાની સંભાવના રહે છે. ખાસ વાત એ છે કે ભારતીય ટીમ બીજો સેમિ ફાઇનલ રમી શકે છે.

બીજા સેમિ ફાઇનલ માટે આઇસીસીએ વધારાના ચાર કલાક ફાળવ્યા છે. જેથી બીજા દિવસે મેચ ખસેડવો ન પડે. પહેલો સેમિ ફાઇનલ મેચ 26 જૂને ત્રિનિદાદમાં છે. જે સ્થાનિક સમય અનુસાર રાત્રે 8-30 વાગ્યે (ભારતીય સમય અનુસાર 27 જૂને સવારે 6-00 વાગ્યે) શરૂ થશે. આઇસીસીએ આ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જે વરસાદને લીધે મેચ ન રમાય તો ત્રિનિદાદમાં 27મીએ રમાશે.

બીજો સેમિ ફાઇનલ ગુયાનામાં 27 જૂને સવારે 10-30થી (ભારતીય સમય અનુસાર રાત્રે 8-30થી) શરૂ થશે. આ મેચ એ જ દિવસે ખતમ કરાશે. તેમાં રિઝર્વ ડે નથી. વધારાની 2પ0 મિનિટ ફાળવવામાં આવી છે. ફાઇનલ માટે બન્ને ટીમે 28મીએ યાત્રા કરવી પડશે. ફાઇનલ મેચ 29મીએ રમાશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક