• સોમવાર, 27 મે, 2024

વર્લ્ડ કપની બાંગલાદેશ ટીમમાં શકિબ સામેલ વિક્રમી નવમી વખત T-20 વર્લ્ડ કપ રમશે શકિબ અલ હસન

ઢાકા, તા.14 : અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર તા. 2 જૂનથી રમાનાર આઇસીસી ટી-20 વર્લ્ડ કપની બાંગલાદેશની 1પ ખેલાડીની ટીમની આજે જાહેરાત થઇ છે. મીડલઓર્ડર બેટર નઝમૂલ હસન શાંતોને બાંગલાદેશની વર્લ્ડ કપ ટીમનું સુકાન સોંપાયું છે. શાંતોને આ વર્ષે ત્રણેય ફોર્મેટનો કેપ્ટન જાહેર કરાયો હતો. અનુભવી ઓલરાઉન્ડર શકીબ અલ હસન, આઇપીએલ સ્ટાર મુસ્તાફિઝુર રહેમાન ટીમમાં સામેલ છે. તસ્કીન અહમદ ઉપકપ્તાન છે. તે ઇજાગ્રસ્ત હોવા છતાં ટીમમાં સામેલ છે.  શકિબ અલ હસન 2007ના પ્રથમ ટી-20 વિશ્વ કપથી લઇને હવે 2024ના વિશ્વ કપમાં પણ ભાગ લેનારો પહેલો ખેલાડી બનશે.

ટી-20 વર્લ્ડ કપમાં બાંગલાદેશ ટીમ ગ્રુપ ડીમાં દ. આફ્રિકા, શ્રીલંકા, નેધરલેન્ડસ અને નેપાળ સાથે સામેલ છે. બાંગલાદેશનો પહેલો મેચ તા. 7 જૂને ડલાસમાં શ્રીલંકા વિરુદ્ધ હશે.

બાંગલાદેશ ટીમ : નઝમૂલ હસન શાંતો (કેપ્ટન), તસ્કીન અહમદ (વાઇસ કેપ્ટન), લિટન દાસ, સૌમ્ય સરકાર,  તંજીદ હસન, શકિબ અલ હસન, તૌહિદ હ્યદય, મહમદુલ્લાહ, જેકર અલી, તનવીર અહમદ, મહેંદી હસન, રિશાદ હુસેન, મુસ્તાફિઝુર રહેમાન, શોરફૂલ ઇસ્લામ અને તંજીમ હસન.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક