• મંગળવાર, 25 જૂન, 2024

સિંધુ ખિતાબ ચૂકી : મલેશિયા માસ્ટર્સના ફાઇનલમાં હાર

રસાકસી બાદ ચીનની વાંગ ઝી યી ચેમ્પિયન

 

કુઆલાલ્મપુર, તા. 26: પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટના ફાઇનલમાં હારીને ખિતાબ ચૂકી છે. ફાઇનલમાં પીવી સિંધુનો ચીનની બીજા ક્રમની ખેલાડી વાંગ ઝી યી વિરુદ્ધ રસાકસી પછી 21-16, પ-21 અને 16-21થી એક કલાક અને 28 મિનિટની રમત બાદ પરાજય થયો હતો. પહેલી ગેમમાં સિંધુનો વિજય થયો હતો. બીજી ગેમમાં સિંધુએ અચાનક જ મોમેન્ટમ ગુમાવી દીધું હતું અને પ-21 પોઇન્ટથી હારી હતી. નિર્ણાયક ત્રીજી ગેમમાં બન્ને ખેલાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ચીની ખેલાડી વાંગનો 21-16થી વિજય થયો હતો. આથી તે મલેશિયા માસ્ટર્સમાં મહિલા સિંગલ્સ ચેમ્પિયન બની હતી. ચાર મુકાબલામાં સિંધુની વાંગ સામે આ બીજી હાર છે. ઇજા બાદ વાપસી કરનાર પીવી સિંધુને રનર્સઅપથી સંતોષ માનવો પડયો છે. આમ છતાં પેરિસ ઓલિમ્પિક પહેલા તેની ફોર્મ વાપસી સારી નિશાની છે. સિંધુ છેલ્લે જુલાઈ 2022માં સિંગાપોર ઓપનમાં ચેમ્પિયન બની હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024