• શનિવાર, 27 જુલાઈ, 2024

પેરિસ ઓલિમ્પિક પૂર્વે નિરજને ઇજા ઓસ્ટ્રાવા મીટમાંથી ખસી ગયો

નવી દિલ્હી, તા.26 : પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ તા. 26 જુલાઈથી થશે. એ પહેલા ભારતની ચિંતા વધી છે. ટોકયો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલસ્ટિ અને વર્લ્ડ ચેમ્પિયન જ્વેલિયન થ્રો એથ્લેટ નિરજ ચોપરા ઇજાનો ભોગ બન્યો છે. તેના પગના સ્નાયૂ ખેંચાઈ ગયા છે. આથી નિરજ ચોપરાએ ઝેક ગણરાજ્ય ખાતે તા. 28 મેથી શરૂ થઈ રહેલ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક એથ્લેટિક્સ મીટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટમાં નિરજ ફક્ત અતિથિ તરીકે જશે. નિરજ ચોપરાએ આ સીઝનમાં બે સ્પર્ધા દોહા ડાયમંડ લીગ અને ફેડરેશન કપમાં ભાગ લીધો હતો. દોહામાં તેણે રજત અને ફેડરેશન કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બન્ને સ્પર્ધામાં તેને દેખાવ અપેક્ષાકૃત રહ્યો ન હતો. નિરજ ચોપરાએ કહ્યંy છે કે તેની ઇજા ગંભીર નથી. પેરિસ ઓલિમ્પિકને ધ્યાને રાખીને તેણે ઓસ્ટ્રાવા મીટમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024