• શનિવાર, 27 જુલાઈ, 2024

કેટલાક લોકો કહેતા ખતમ થયો છું, હવે કહે છે સર્વશ્રેષ્ઠ ટીકાકારોને આડે હાથ લેતો બુમરાહ

ન્યૂયોર્ક તા.10: ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહનું કહેવું છે કે તેને એ વાત હાસ્યસ્પદ લાગે છે કે એક વર્ષ પહેલા લોકો મારી કેરિયર ખતમ થવાનો વાતો કરત હતા અને હવે તેઓ સર્વશ્રેષ્ઠ બોલાવે છે. 2022માં બુમરાહે પીઠની સર્જરી કરાવી હતી. આથી તે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વ કપનો હિસ્સો બની શકયો ન હતો. બાદમાં હોમ સિરીઝમાં વાપસી કરી હતી, પણ ફરી દર્દ શરૂ થતાં 10 મહિના સુધી મેદાન બહાર થઇ ગયો હતો. હવે બુમરાહ સફળ વાપસી કરી ચૂકયો છે અને એક વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં કુલ 67 વિકેટ ઝડપીને ટીકાકારોના મોં બંધ કરી ચૂકયો છે. પાક. સામેના ઓછા સ્કોરવાળા મેચમાં તેણે 14 રનમાં 3 વિકેટ લીધી હતી અને મેચના પાસા પલટાવ્યા હતા. 

પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ બુમરાહે જણાવ્યું કે હું બહારી ટીકાઓ પણ કયારે પણ ધ્યાન આપતો નથી. બસ ખુદની ક્ષમતા પર ભરોસો રાખી મહેનત કરું છું. અહીં મેં બોલિંગ પર નિયંત્રણ રાખવાની કોશિશ કરી હતી. આ પ્રકારની પિચ પર સર્વશ્રેષ્ઠ શું બની રહેશે તેની હું શોધ કરી રહ્યો હતો. સારી વાત એ રહી કે અમે બધા (બોલર) રણનીતિ પર અડગ રહ્યા. એટલે વિપક્ષી ટીમ પર દબાણ વધતું ગયું. ડેથ ઓવર્સમાં અમને પિચમાંથી મદદ પણ સારી મળવા લાગી હતી. જેનો અમે ફાયદો લીધો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024