• સોમવાર, 27 મે, 2024

નવી સંસદના ઉદ્ઘાટનનો 20 પક્ષો દ્વારા બહિષ્કાર

રવિવારે સમારોહ : કોંગ્રેસ, આપ, એનસીપી, સપા, આરજેડી સહિત વિપક્ષોને વાંધો : લોકતંત્રનો આત્મા 

ખેંચી લેવાયાનો આરોપ : વડાપ્રધાનને બદલે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટનની માગ : શાહ-જોશીની વિપક્ષને અપીલ

નવી દિલ્હી, તા.ર4 : વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનનું તા.ર8મી મે ના રવિવારે બપોરે 1ર વાગ્યે ઉદ્ઘાટન થાય તે પહેલા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ, એનસીપી, આપ, આરજેડી સહિત ર0 રાજકીય દળોએ સમારોહના બહિષ્કારનું એલાન કરતાં બુધવારે સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. બહિષ્કાર કરનારા દળોએ આરોપ લગાવ્યો કે સંસદથી લોકતંત્રનો આત્મા જ ખેંચી લેવાયો છે, તેવામાં નવી ઈમારતનું કોઈ મૂલ્ય દેખાતું નથી.

86ર કરોડના ખર્ચે ર8 મહિનામાં સાકાર થયેલા નવા સંસદ ભવનના ઉદઘાટનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને આમંત્રિત નહીં કરાયાનો વિવાદ પણ ઉછળ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ખડગે નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવા પહેલેથી જ માગ કરી ચૂક્યા છે. બીજીતરફ ગૃહમંત્રી અમિત શાહે આ મામલે જણાવ્યું કે નવી સંસદને રાજનીતિ સાથે જોડવામાં ન આવે, અમે દરેકને આમંત્રિત કર્યા છે. અમારી ઈચ્છા છે કે દરેક આ કાર્યક્રમમાં સામેલ થાય. બીજતરફ શિવસેના-ઉદ્ધવના નેતા સંસદ રાઉતે કહ્યંy કે આ બધું વડાપ્રધાન માટે છે, આ એક રાજકીય ઇવેન્ટ છે. તૃણમૂલ સાંસદ ડેરેકે કહ્યંy કે, નવી સંસદનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન ન કરાવવું એ રાષ્ટ્રપતિનું અપમાન છે. આપ નેતા સંજય સિંહે કહ્યંy કે, તેમની પાર્ટી સમારોહનો બહિષ્કાર કરશે કારણ કે તેમાં રાષ્ટ્રપતિને આમંત્રિત કરવામાં આવ્યા નથી. કોંગ્રેસ પ્રમુખ ખડગેએ માગ કરી કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે તેમના હસ્તે ઉદ્ઘાટન થવું જોઈએ. ઓવૈસીએ માગ કરી કે નવી સંસદનું ઉદ્ઘાટન લોકસભા પ્રમુખના હસ્તે કરાવવામાં આવે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ બહિષ્કારના એલાનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી વિપક્ષને ફરી વિચાર કરવા અપીલ કરી હતી.

કોંગ્રેસ, આપ, તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, ડીએમકે, આરજેડી, જેડીયુ, સપા, શિવસેના-ઉદ્ધવ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, ઝારખંડ મુક્તિ મોરચા, ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ, કેરલા કોંગ્રેસ મની, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, રાષ્ટ્રીય લોક દળ, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી, એમડીએમકે, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ વગેરે દળોએ ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા ઈનકાર કર્યો છે. બીઆરએસએ એલાન કર્યું કે સમારોહમાં સામેલ થવું કે નહીં ? તેનો નિર્ણય ગુરુવારે જાહેર કરશે. બીજેડી, બસપા, ટીડીપી, વાયઆરએસ કોંગ્રેસ, એઆઇએડીએમકે, અકાલી દળે સમારોહમાં સામેલ થવા સહમતી દર્શાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક