• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

નવી આવકવેરા પ્રણાલી આવશે

નાણા મંત્રાલય નવા અધિનિયમ માટે સક્રિય; બિનજરૂરી કલમો, પેટા કલમો ભૂતકાળ બનશે

નવી દિલ્હી, તા. 19 : દેશમાં વેરા પ્રણાલી અંગે એક મોટા બદલાવના સમાચાર મળી રહ્યા છે. નાણાં મંત્રાલય અત્યારે  નવી આવકવેરા પ્રણાલી પર કામ કરી રહ્યું છે. આ નવી પ્રણાલી હેઠળ 125 કલમ અને પેટા કલમ સમાપ્ત થઇ  શકે છે.

વેરા પ્રણાલી અને પ્રક્રિયા વધુ સરળ બનાવવાના હેતુ સાથે સરકાર ગતિભેર કવાયત કરી રહી છે અને ફેબ્રુઆરી-2025માં આગામી બજેટમાં તેની ઘોષણા કરવાનું નાણાં મંત્રાલય વિચારી રહ્યું છે. જૂનાની જગ્યાએ  નવો આવકવેરા અધિનિયમ રજૂ કરાશે, જેમાં બિનજરૂરી કલમો, પેટા કલમો હટાવીને વધુ સરળ  બનાવવાનું લક્ષ્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વાત પર ધ્યાન વધુ કેન્દ્રિત કરી રહ્યા છે કે, વધુને વધુ લોકો વેરાના દાયરામાં આવે.

નાણાં મંત્રાલય નવી વેરા વ્યવસ્થા લાવવા માટે તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણાનો વ્યાયામ કરી રહ્યું છે.

નવા આવકવેરા અધિનિયમની સમીક્ષા અને તેને અંતિમ રૂપ આપવાનું કામ આવનારા થોડા મહિનાઓમાં જ પૂરું થઇ જશે તેવી માહિતી સૂત્રોએ  એક સમાચાર ચેનલને આપી હતી.

ઉલ્લેખનીય છે કે, પહેલી એપ્રિલ, 1962ના દિવસે અમલી કરાયેલો આવકવેરાનો કાયદો આજ સુધી સમગ્ર ભારતમાં લાગુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક