1978નાં
ચુકાદાને ઉથલાવતો બંધારણીય પીઠનો ઐતિહાસિક ફેંસલો : સાર્વજનિક હિતમાં તમામ ખાનગી મિલકતનું
અધિગ્રહણ કરી ન શકાય
નવી
દિલ્હી, તા.પ: શું કોઈપણ ખાનગી સંપત્તિનું સરકાર સાર્વજનિક હિતો માટે અધિગ્રહણ, કબજો
કરી શકે ? આ ગંભીર સવાલનાં જવાબમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે આજે મહત્ત્વનો અને
ઐતિહાસિક ફેંસલો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, તમામ ખાનગી મિલકતોનું
સાર્વજનિક હિતની ઘોષિત કરીને છીનવી શક્યા નહીં. તેનો સીધો અર્થ એવો થાય કે સરકાર દેશની
તમામ ખાનગી સંપત્તિનું અધિગ્રહણ કરી શકતી નથી.
જો
કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, જાહેર હિત માટે તેને આવી મિલકતોની સમીક્ષા
કરવાનો અધિકાર છે અને તેવી સ્થિતિમાં તે જમીનનું અધિગ્રહણ પણ કરી શકે છે. અદાલતે આજનો
ચુકાદો આપતા 1978નાં એ ચુકાદાને ઉથલાવી નાખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે,
સામુદાયિક હિત માટે રાજ્ય કોઈપણ ખાનગી સંપત્તિનું અધિગ્રહણ કરી શકે છે.
બંધારણની
કલમ 39(બી)નું અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટની 9 જજની બનેલી સંવિધાનિક પીઠે આજે આ ચુકાદો
આપ્યો હતો. નવમાંથી સાત જજે બહુમતથી ફેંસલો આપ્યો કે, દરેક ખાનગી સંપત્તિને સાર્વજનિક
હિત માટે અધિગ્રહિત કરી શકાય નહીં.
ચીફ
જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ ઉપરાંત આ પીઠમાં જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ જે.બી.પારડીવાલા,
જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ એસસી શર્મા, ઓગસ્ટીન જ્યોર્જ મસીહનો
અભિપ્રાય એવો હતો કે, તમામ સંપત્તિનું અધિગ્રહણ થઈ ન શકે. જ્યારે પીઠમાં સામેલ જસ્ટિસ
સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ બી.વી.નાગરત્નાનો મત ભિન્ન હતો. ચીફ જસ્ટિસ ઓફ
ઈન્ડિયા (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડે સાત ન્યાયધીશોનો બહુમત ફેંસલો આપતા લખ્યું
હતું કે, બધી જ ખાનગી સંપત્તિઓ ભૌતિક સંસાધન નથી. તેથી સરકારો દ્વારા આનાં ઉપર કબજો
નથી કરી શકાતો. સંવિધાનિક પીઠનાં બહુમત ફેંસલા અનુસાર ખાનગી માલિકીવાળા તમામ સંસાધનોને
સરકાર દ્વારા અધિગ્રહિત કરી શકાતી નથી. શીર્ષ અદાલતે કહ્યું હતું કે, સરકાર જો કે જનતાની
ભલાઈ માટે એવા સંસાધનો ઉપર દાવો કરી શકે છે જે ભૌતિક અને સમુદાય પાસે હોય. ચુકાદામાં
કહેવામાં આવ્યું હતું કે, સરકાર ખાનગી સંપત્તિ ઉપર પણ કબ્જો કરી શકે તેવું ઠરાવતો
1978નો જૂનો ચુકાદો આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો.
સુપ્રીમ
કોર્ટનાં બહુમત ફેંસલાથી ન્યાયમૂર્તિ કૃષ્ણા ઐયરનાં ચુકાદાને ખારિજ કરી નાખવામાં આવ્યો
છે. તે ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે, તમામ ખાનગી સંપત્તિનું સરકાર દ્વારા જાહેર
હિતમાં અધિગ્રહણ થઈ શકે છે. 1978નાં આ ચુકાદાને પલટાવતા સુપ્રીમ કોર્ટે તેને સમાજવાદી
વિચારધારાથી પ્રેરિત ગણાવ્યો છે.
યુપી
મદરેસા એક્ટને સુપ્રીમની બહાલી
ઉત્તરપ્રદેશ
સરકારને ફટકારૂપ આદેશમાં અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો રદ કરાયો
નવી
દિલ્હી, તા.પ : સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા શિક્ષણ બોર્ડ એક્ટ ર004ની કાયદેસરતાને જાળવી
રાખી છે અને કહ્યંy છે કે, તે ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનો ભંગ કરતો નથી. સુપ્રીમ કોર્ટે
અલાહાબાદ હાઇ કોર્ટના ચુકાદાને રદ કર્યો છે જેમાં આ એક્ટને ગેરલાયક ઠેરવી રાજ્ય સરકારને
મદરેસાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ભરતી કરવા નિર્દેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ
ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની ખંડપીઠે યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન
એક્ટ ર004ની બંધારણીય કાયદેસરતા જાળવી રાખી છે. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યંy કે, મદરેસા
એક્ટની એ જોગવાઈ જે ફામિલ અને ફામિલ ડિગ્રીના મામલે ઉચ્ચ શિક્ષણને રેગ્યુલેટ કરે છે
તે યુજીસી અંતર્ગત વિરોધાભાસી છે અને તેથી આ જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે
છે.
સુપ્રીમે
મહત્ત્વના ચુકાદામાં કહ્યંy કે, મદરેસા એક્ટ યોગ્ય છે. તે રાજ્યમાં એજ્યુકેશનના સ્ટાન્ડર્ડને
રેગ્યુલેટ કરે છે પરંતુ લઘુમતી સંસ્થાનના પ્રશાસકનો એ અધિકાર સંપૂર્ણ નથી અને રાજ્ય
સરકાર એજ્યુકેશનના સ્ટાન્ડર્ડને રેગયુલેટ કરી શકે છે. મદરેસા ધાર્મિક નિર્દેશ આપે છે
પરંતુ તેની પ્રાથમિકતા શિક્ષણ છે. સીજેઆઇએ કહ્યંy કે આ એક્ટને સંપૂર્ણ રીતે રદ કરવો
એ બાળકો અને નહાવાનાં પાણીને ફેંકવા જેવું હશે. પહેલી નજરમાં લાગે છે કે હાઇ કોર્ટે
આ એક્ટને ખોટા અર્થમાં સમજ્યો છે. ઉલ્લેખનીય છે કે યુપી સરકારે હાઇ કોર્ટના ચુકાદાને
સુપ્રીમમાં પડકાર્યો ન હતો. હાઇ કોર્ટના ચુકાદાને પડકારતી 8 અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં
આવી હતી. સુપ્રીમે હાઇ કોર્ટના ચુકાદા પર રોક લગાવતાં યુપી સરકાર અને કેન્દ્ર સરકારને
નોટિસ જારી કરી જવાબ માગ્યો હતો. અરજદારે હાઇ કોર્ટના ચુકાદાને આશ્ચર્યજનક ગણાવી પડકાર્યો
હતો.
ધર્મ
નિરપેક્ષતાના સિદ્ધાંતનો ભંગ નથી : ધર્મગુરુઓ
સુપ્રીમ
કોર્ટના ચુકાદા અંગે મુસ્લિમ ધર્મગુરુઓએ ખુશી વ્યક્ત કરી કહ્યું કે તે ધર્મ નિરપેક્ષતાના
સિદ્ધાંતનો ભંગ કરતો નથી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદસ્ય મૌલાના ખાલિદ
રશીદ ફરંગી મહલીએ કહ્યંy કે સુપ્રીમે હાઇ કોર્ટના આદેશને રદ કરતાં અમે ખુશ છીએ. જે
કાયદો ખુદ સરકારે બનાવ્યો હોય તે ગેરબંધારણીય કેવી રીતે હોઈ શકે ? જમિયત ઉલેમા એ હિન્દના કાનૂની સલાહકાર મૌલાના કાબ
રશીદીએ કહ્યંy કે સુપ્રીમ કોર્ટે બંધારણના આત્માનું રક્ષણ કરતાં એક્ટને જાળવી રાખ્યો
છે. ઓલ ઇન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના પ્રવક્તા મૌલાના યાસૂબ અબ્બાસે કહ્યંy કે, મદરેસાઓની
દેશની આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા રહી છે. જો મદરેસા અયોગ્ય રાહ પર ચાલે તો પગલાં લેવામાં
આવે.