અમરેલીના
રાંઢીયા ગામે ચાર ભાઇ-બહેનો રમતા રમતા કારમાં ઘૂસ્યા, લોક થઇ જતાં ગૂંગળાઇ ગયા, બહાર
નિકળવા ખૂબ સંઘર્ષ કર્યા છતાં મોત આંબી ગયું
ચિતલ,
અમરેલી, તા.5: (ફૂલછાબ ન્યુઝ) નવા વર્ષની શરૂઆતમાં અમરેલી જિલ્લામાં કરૂણ ઘટના બની
હતી. ચિતલ નજીકના રાંઢીયા ગામે કારમાં ગુંગળાઇ જવાથી ચાર બાળકોના મૃત્યુ થયા હતાં.
આ ઘટનાથી મુળ મધ્યપ્રદેશના અને મજૂરી કામ કરતા પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું. ઘટનાની
જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમા માટે મોકલ્યા
હતાં.
રાંઢીયા
ગામે ભરતભાઇ માંડાણીની ચિતલ રોડ પર આવેલી વાડીમાં સોબિયાભાઇ રતનયાભાઇ મરછાર છેલ્લા
6 મહિનાથી મજૂરી કામ કરતા હતા. તેમને કુલ સાત સંતાનો હતાં. પતિ-પત્ની બેસતા વર્ષની
વહેલી સવારે મજુરી કામે ગયા હતાં. દરમિયાન સુનતા (ઉ.વ.7), સાવિત્રી (ઉ.વ.4), કાર્તિક
(ઉ.વ.3) અને વિષ્ણુ (ઉ.વ.2) રમતા હતા. ત્યાર બાદ તેઓ વાડીમાં પાર્ક કરેલી કારમાં બેસી
ગયા હતાં. દરમિયાન કારનો દરવાજો બંધ થઇ ગયો હતો.
કારનો
દરવાજો બંધ થયા બાદ ચારેય ભાઇ-બહેનો કારમાં ગુંગળાઇ ગયા હતાં. જેના પરિણામે તેમના મૃત્યુ
થયાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.
આ
બનાવ અંગે વાડી માલિક ભરતભાઇ ભવાનભાઇ માંડાણીએ જણાવ્યું હતું કે, તેમની કાર કાયમ વાડીએ
હોય છે અને ચાવી પણ કારના બોનેટ ઉપર મુકી દેતા હોય છે. ત્યારે તા.2ના રોજ પોતે વાડીએ
ગયા હતાં. ત્યારે બાળકો ત્યાં રમતા હતા અને બાળકોને બિસ્કિટના પેકેટ આપી
અને બાળકોના મોટા ભાઇ સાથે પોતાની બીજી વાડીએ ટ્રેકટર લઇને ગયા હતાં. જ્યારે મૃતક બાળકોના
માતા-પિતા તથા બીજા બે બાળકો સાથે બાજુના ગામે મજુરી કામે ગયા હતાં.
બાળકોના
માતા-પિતાએ પરત પોતાના રહેણાંક મકાને આવીને જોયું કે, તેમના ચાર બાળકો કારમાં
પડેલા
હતાં.
આ
અંગે વાડી માલિકને ફોન કરી બોલાવ્યા હતા અને વાડી માલિકે આ બનાવ અંગે પોલીસ તથા ગામના
સરપંચને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ચારેય મૃત બાળકોને પોસ્ટમોર્ટમ માટે
ખાનગી વાહનમાં અમરેલી દવાખાને ખસેડાયા હતા.