અમદાવાદ,
તા.28 : ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક લોકોને રાતા પણીએ રડાવીને ભૂપેન્દ્ર
સિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ 6
હજાર કરોડ રૂપિયા 14,000 રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા. જોકે આજે સીઆઇડી ક્રાઇમે
ઇણ પોન્ઝી સ્કીમના 7 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. આ તરફ ઠગબાજ ભૂપેન્દ્ર
વિદેશ ન ભાગી જાય તે માટે પોલીસે લુક આઉટ સર્ક્યુલર
પણ જાહેર કરી છે.
મળતી
માહિતી પ્રમાણે સીઆઇડી ક્રાઇમે ઇણ પોન્ઝી સ્કીમના 7 આરોપીની ધરપકડ કરી છે તેમાં ભૂપેન્દ્રાસિંહ ઝાલાનો મુખ્ય એજન્ટ
મયુર દરજી, વિશાલાસિંહ ઝાલા, દિલીપાસિંહ સોલંકી, આશિક ભરથરી, એજન્ટ સંજયાસિંહ પરમાર,
રાહુલ કુમાર રાઠોડ તેમજ રણવિરાસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. મહાઠગ ભૂપેન્દ્રાસિંહ ઝાલાએ
ઉત્તર- મધ્ય ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો થયો હતો.
સૌરાષ્ટ્રના ધોરાજી અને મોરબીમાં ઇણ ગ્રુપની ઓફિસ હોવાનું જાણવા મળે છે. મોરબી અને
ધોરાજીમાં પણ મહાઠગે એજન્ટો બનાવ્યાનો સૂત્રોએ દાવો કર્યો હતો.
ઠગબાજ
ભૂપેન્દ્ર સિંહ ઝાલા રાષ્ટ્રીયકૃત બેંક અને અન્ય નાણાંકીય સંસ્થા કરતા રોકાણકારોને
ફિક્સ એફડી પર 7 ટકા અને મૌખિક 18 ટકા ઉંચા વ્યાજની લાલચ અને તેની સાથે 5 લાખના રોકાણ
પર 32 ઈંચનું એલઈડી ટીવી, 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી ટૂર આરોપીઓ આપતા હતા. આ રીતે રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી શરૂઆતમાં
રોકાણ સામે કહ્યા મુજબ ઉંચું વ્યાજ ચુકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ 6 હજાર કરોડ રૂપિયા
રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા. જોકે લોકો પોલીસ પાસે ફરિયાદ લઈને પહોંચે તે પહેલા
ઠગના ગઢમાં સીઆઈડી ક્રાઈમે ગાબડું પાડી ગુનો દાખલ કર્યો છે. અરજીના કામે જવાબ માટે
પોલીસ સમક્ષ હાજર થવાની જગ્યાએ આરોપી ભુપેન્દ્ર ઝાલા ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. હિંમતનગર
રાયગઢમાં ઝાલાનગર ભૂપેન્દ્રાસિંહ પરબતાસિંહ બી.ઝેડ ટ્રેડર્સ, બી.ઝેડ સર્વીસ, બી.ઝેડ.
ગ્રૂપ જેવી ત્રણ જેટલી સીઈઓ તરીકે કાર્યરત તલોદ, હિંમતનગર, જિલ્લામાં વિજાપુર, જિલ્લામાં
મોડાસા ખાતે, ગાંધીનગરમાં ઓફિસો બીજા એજન્ટો રાખી જુદા જુદા શહેરોમાં હતી. આ ઓફિસ ઉંચા
વળતરની લાલચ આપી કરોડો ઉઘરાવ્યા હતા.પોલીસની તપાસમાં 16 લાખ 37 હજાર 900 રૂપિયાની રોકડ
રકમ મળી આવી હતી.
આ મામલે
પોલીસે સાત સ્થળે દરોડા પાડીને આરોપીના બે બેંક ખાતામાં આઈડીએફસી બેંકમાં 1,00,20,05,997.20
(સો કરોડ વીસ લાખ પાંચ હજાર નવસો સત્તાણું રૂપિયા અને 20 પૈસા) અને 75,12,40,016.
32 (75 કરોડ 12 લાખ 40 હજાર 16 રૂપિયા અને 32 પૈસા)ના ટ્રાન્ઝેક્શન થયાની વિગતો મળી
છે. પોલીસે આરોપીઓના આવા બીજા ખાતા, પર્સનલ ખાતા તેમજ સગાસંબંધીઓ અને મળતિયાઓના બેંક
ખાતા અંગે તપાસ શરૂ કરી છે. 2 ડીસ્પલે, બે સીપીયુ, 3 લેપટોપ, 4 પ્રિન્ટર, 11 મોબાઈલ
ફોન, કંપનીના 4 પાનકાર્ડ અને જુદા ડોક્યુમેન્ટ કબજે લીધા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું
કે જ્યારે રોકાણકાર પાકતી મુદતે રૂપિયા પરત લેવા જાય તો આરોપીઓ વધુ લાલચ આપી રિન્યુઅલમાં
એફડી કરાવવાની યોજના સમજાવતા એટલે ફરી બે-ત્રણ વર્ષ સુધી આ નાણાં ચૂકવવા પડે નહીં.