પ્રસ્તાવને
SP અને TMCના સાંસદોનું સમર્થન : જોર્જ સોરોસ મુદ્દે હંગામા
વચ્ચે સભાપતિ દ્વારા પક્ષપાત કરાયાનો આરોપ
નવી
દિલ્હી, તા. 9 : સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન બન્ને સદનનું તાપમાન ઉકળી
રહ્યું છે. હવે વિપક્ષી ઈન્ડિયા બ્લોક રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનદડને હટાવવા માટે
અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષી ગઠબંધન એકજૂથ
થયું છે અને સમાજવાદી પાર્ટી અને ટીએમસી પણ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં હોવાનું કહેવાય
રહ્યું છે.
છેલ્લા
અમુક દિવસથી ઈન્ડિ ગઠબંધનના પ્રદર્શનથી દુર દેખાય રહેલા ટીએમસી અને સપાના સાંસદોએ પણ
અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર હસ્તાક્ષર કરી દીધા છે. જાણકારી અનુસાર વિપક્ષી દળ મંગળવારે
રાજ્યસભાના સભાપતિ સામે પ્રસ્તાવ લાવી શકે છે.
સોમવારે
રાજ્યસભામાં જોર્જ સોરસોના મુદ્દે હંગામા દરમિયાન સભાપતિ જગદીપ ધનખડના વલણને ધ્યાને
લઈને કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવ માટે મન મનાવ્યું છે. સદનમાં હંગામા દરમિયાન પણ દિગ્વિજય
સિંહથી લઈને રાજીવ શુક્લા સુધીના કોંગ્રેસ સાંસદોએ સભાપતિ ઉપર પક્ષપાતનો આરોપ મુકતા
સવાલ કર્યો હતો કે ક્યા નિયમ અનુસાર ચર્ચા શરૂ કરવામાં આવી છે. વધુમા સભાપતિ ભાજપ સભ્યોના
નામ લઈને બોલવા માટે કહી રહ્યા હોવાથી તેના ઉપર પણ વાંધો ઉઠાવ્યો હતો.
કેવી
છે સભાપતિને હટાવવાની પ્રક્રિયા ?
રાજ્યસભાના
સભાપતિને પદ ઉપરથી હટાવવા માટે ઓછામાં ઓછા 50 સભ્યના હસ્તાક્ષર સાથે પ્રસ્તાવ સચિવાલયને
મોકલવાનો હોય છે. ઓછામાં 14 દિવસ પહેલા આપવામાં આવેલી નોટિસ બાદ રાજ્યસભામાં ઉપસ્થિત
સભ્યોના બહુમતના આધારે પ્રસ્તાવ પસાર થયા બાદ તેને લોકસભામાં મોકલવનો હોય છે. સભાપતિ
દેશના ઉપરાષ્ટ્રપતિ પણ છે જે બીજું સર્વોચ્ચ સંવૈધાનિક પદ છે. તેવામાં સભાપતિને પદ
ઉપર હટાવવા પ્રસ્તાવ લોકસભામાં પણ પસાર થવો જોઈએ.