• બુધવાર, 13 મે, 2026

રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર નથી : સુપ્રીમ

રાજયપાલ બાદ રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરતો ઐતિહાસિક આદેશ : અસહમતિ પણ ન્યાયિક સમીક્ષાના દાયરામાં

ખરડા અંગે રાષ્ટ્રપતિ 3 મહિનામાં નિર્ણય લે : સુપ્રીમ

નવી દિલ્હી, તા.1ર : સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક આદેશમાં રાજયપાલ બાદ રાષ્ટ્રપતિ માટે ખરડા (બિલ, વિધેયક) અંગે નિર્ણય લેવા સમય મર્યાદા નક્કી કરી છે. કોર્ટે કહ્યંy કે રાજયપાલ દ્વારા મોકલવામાં આવેલા ખરડા પર 3 મહિનામાં રાષ્ટ્રપતિએ નિર્ણય લેવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ આર.મહાદેવનની ખંડપીઠે કહ્યંy કે અનુચ્છેદ ર01 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્ય ન્યાયિક સમીક્ષાને આધીન છે. તમિલનાડુના અનેક ખરડા રાજ્યપાલે રોકી રાખ્યાની ફરિયાદ સાથે સ્ટાલિન સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી ત્યારે સુપ્રીમે રાજ્યપાલની ખરડાઓ અંગે નિર્ણય લેવા જવાબદારી ફિકસ કરી સમય મર્યાદા નક્કી કરી હતી. હવે નવા આદેશમાં રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી કહયુ કે સંપુર્ણ કે પોકેટ વીટોનો અધિકાર કોઈની પાસે નથી.

બંધારણના અનુચ્છેદ ર01 અનુસાર જયારે કોઈ વિધેયકને રાજયપાલ દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે તો રાષ્ટ્રપતિએ તેના પર સહમતિ અથવા તો અસહમતિ આપવાની હોય છે. જો કે બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમય મર્યાદા સૂચિત નથી. હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યંy છે કે રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટોનો અધિકાર નથી. એટલે કે તેઓ અનિશ્ચિત કાળ સુધી પોતાના નિર્ણયને પેન્ડિંગ રાખી ન શકે. જો 3 મહિનાથી વધુ મોડુ થાય તો યોગ્ય કારણ જણાવવું પડશે અને સંબંધિત રાજયને તેની માહિતી આપવાની રહેશે. વધુમાં કોર્ટે કહ્યંy કે જો નિર્ધારિત સમય મર્યાદામાં પણ વિધેયક અંગે કાર્યવાહી ન થાય તો સંબંધિત રાજય કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. જો કોઈ વિધેયક તેની બંધારણિય કાયદેસરતાને કારણે રોકી રાખવામાં આવે તો કાર્યપાલિકાએ અદાલતની ભૂમિકામાં ન આવવું જોઈએ. આવા મામલાઓને અનુચ્છેદ 143 હેઠળ સુપ્રીમ કોર્ટ પાસે મોકલવા જોઈએ. અસહમતિ દર્શાવવી એ પણ ન્યાયિક સમીક્ષાના દાયરામાં છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક